ઓડિસામાં કપાયું લાખો રૂપિયાનું ચાલાન, રસપ્રદ કિસ્સો જાણવા કરો ક્લિક
નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહનોના તો ભારે ભરખમ ચલણના કારણે વાટ લાગી ગઈ છે. નવાઈની વાત એ છે કે આ કોઈ નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે નથી કપાયું પરંતુ જૂના મોટર વ્હીકલ એક્ટ મુજબ કપાયું છે. આ ચલણ ઓડિશા (Odisha)માં કપાયું છે. જેણે દેશના સૌથી મોટા ચલણનો રેકોર્ડ બનાવ્યો છે. આ ચલણ કોઈ એક કે બે લાખનું નહીં પરંતુ પૂરા સાડા છ લાખ રૂપિયાનં બન્યું છે. આ ચલણ પણ એક ટ્રકનું જ કપાયું છે જે અનેક ટ્રાફિક નિયમોનો ભંગ કરતો પકડાયો. જો કે આ ચલણ ગત 10 ઓગસ્ટના રોજ કપાયું હતું.