Mobile પર ભારતીય મહિલા અને પુરૂષ સૌથી વધુ સર્ચ કરે છે આ વસ્તુ, રિપોર્ટમાં થયો ચોંકાવનારા ખુલાસા
મોબાઇલ ફોનનો ઉપયોગ આજકાલ બધા લોકો કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે લોકો મોબાઇલ પર શું સર્ચ કરે છે. જાણો વિસ્તારથી..
Trending Photos
નવી દિલ્હીઃ મોબાઇલ આપણા જીવનનો મહત્વનો ભાગ છે. દરેક મોબાઇલ દિવસ અને રાત્રે કંઈકને કંઈક સર્ચ કરે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે મોબાઇલમાં લોકો સૌથી વધુ શું સર્ચ કરે છે. કન્વર્સેશન મીડિયા પ્લેટફોર્મ બોબલ એઆઈ (Bobble AI)ના રિસર્ચમાં આશરે 8.5 કરોડ પુરૂષો અને મહિલાઓ પર રિસર્ચ કર્યું, જેમાં મહિલાઓએ એપ ઉપયોગનો ખુલાસો કર્યો. ભારતીય પુરૂષો અને મહિલાઓના ઈન્ટરનેટ પર સર્ચિંગ ટ્રેન્ડને લઈને ઘણા ખુસાલા થયા છે. આવો તે વિશે વિસ્તારથી જાણીએ.
મેસેજિંગ એપ ઉપયોગ કરવામાં મહિલાઓ આગળ
જો ભારતીય પુરૂષોની વાત કરીએ તો તે મોબાઇલ પર ગેમિંગ એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પરંતુ પુરૂષોના મુકાબલે મહિલાઓના ટ્રેન્ડ અલગ છે. મહિલાઓ મોબાઇલ પર ફુડ અને મેસેજિંગ એપનો ઉપયોગ સૌથી વધુ કરે છે. બોબલ એઆઈના રિપોર્ટ પ્રમાણે પાછલા વર્ષે સ્માર્ટફોન પર સમય પસાર કરવામાં ભારતીયોમાં 50 ટકાનો વધારો થયો છે. મહિલાઓના સ્માર્ટફોનના ઉપયોગ કરવાના સમયમાં વધારો થયો છે. તેમ છતાં 11.3 ટકા ભારતીય મહિલાઓ પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે.
મહિલાઓ અને પુરૂષો મોબાઇલ પર શું કરે છે સૌથી વધુ સર્ચ
- રિસર્ચ પ્રમાણે મોબાઇલ ફોન પર માત્ર 6.1 ટકા મહિલાઓ ગેમિંગ એપ્સનો ઉપયોગ કરે છે. પરંતુ મહિલાઓ વીડિયો એપનો ઉપયોગ કરવામાં સૌથી આગળ છે.
- વીડિયો એપના મામલામાં મહિલાઓની ભાગીદારી આશરે 21.7 ટકા છે. જ્યારે ફુડ એપ ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી 23.5 ટકા છે.
- પેમેન્ટ એપ ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી 11.3 ટકા છે. જ્યારે ગેમિંગ એપમાં મહિલાઓની ભાગીદારી 6.1 ટકા છે. પરંતુ પુરૂષ મહિલાઓના મુકાબલે વધુ સંખ્યામાં પેમેન્ટ એપ અને ગેમિંગ એપનો ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે