આ સ્માર્ટફોને ઓનલાઇન વેચાણમાં માચાવી ધમાલ, 40 દિવસમાં વેચાયા 10 લાખ ફોન
સ્માર્ટફોન બ્રાંડ રીયલમીએ ફ્લિપકાર્ટ(Flipkart)પર ‘બિગ બિલિયન ડે’સેલ દરમિયાન 10 લાખ સ્માર્ટફોન વેચીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ હેન્ડસેટ ઓક્ટોબરમાં ત્રીજા સપ્તાહમાં ફરીથી વેચાય તેવી શક્યતાઓ છે.
Trending Photos
નવી દિલ્હી: સ્માર્ટફોન બ્રાંડ રીયલમીએ ફ્લિપકાર્ટ(Flipkart)પર ‘બિગ બિલિયન ડે’સેલ દરમિયાન 10 લાખ સ્માર્ટફોન વેચીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ હેન્ડસેટ ઓક્ટોબરમાં ત્રીજા સપ્તાહમાં ફરીથી વેચાય તેવી શક્યતાઓ છે. ફ્લિપકાર્ટ અનુસાર ડીડીબી સેલ દરમિયાન આ ‘પાઉન્ડ ટૂ બી યંગ’ બ્રાંડને સ્માર્ટફોન વેચવામાં બીજુ સ્થાન મેળવ્યું હતું. રિયલમી 1એ ફ્લિપકાર્ટ પર એક સેકન્ડમાં 110,000 ફોન વેચીનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. રિયલમી ઇન્ડિયાના પ્રમુખ કાર્યવાહી અધિકારી માધવ શેઠએ કહ્યું હતું, કે રિયલમીએ ફ્લિપકાર્ટ પર નંબર 2નું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.
40 દિવસમાં 10 લાખ ફોન વેચ્યાં
વધુમાં ભારતના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રિયલમી 2 માત્ર 40 દિવસોમાં 10 લાખ મોબાઇલ વેચાણનો આંકડો પાર કરી લીધો છે. અને હવે 10 હજાર રૂપિયાથી ઓછા વર્ગમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘તેમણે કહ્યું કે ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડે સેલના માત્ર 4 દિવસમાં રિયલમીના 10 લાખ ફોન વેચવાનો રેકોર્ડ તોડવાથી ખુશીનો અનુભવ થયો છે. આ માત્ર 5 મહિનામાં જૂની બ્રાંડ માટે મોટી ઉપલબ્ધિ છે. રિયલમીન ફોનનુ વેચાણ અગામી ફ્લિપકાર્ટના ઉત્સવમાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં શરૂ થશે.
બીજી બાજી દેશની પ્રમુખ ઇ-કોમર્સ કંપનિઓએ તહેવારોની સીઝનમાં સેલ દરમિયાન 5 દિવસમાં આશરે 15 હજાર કરોડ રૂપિયાનો સામન વેચાયો હતો. એમેજોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓનું કહેવું છે, કે તેમને સ્માર્ટફોન અને ફેશન સેગમેન્ટમાં સારૂ વેચાણ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે