Moto G30 ભારતમાં લોન્ચ, આકર્ષક કિંમતમાં મળશે દમદાર ફીચર્સ

મોટો જી30માં વોટરડ્રોપ ડિસ્પ્લે ડિઝાઇન છે, જેના પર વચ્ચે પંચ-હોલ આપવામાં આવ્યું છે. આ પંચ હોલમાં એક ફ્રન્ટ કેમેરો છે. 

Moto G30 ભારતમાં લોન્ચ, આકર્ષક કિંમતમાં મળશે દમદાર ફીચર્સ

નવી દિલ્હીઃ મોટોરોલા (Motorola) એ મંગળવારે ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન Moto G30 અને Moto G10 Power લોન્ચ કર્યા છે. મોટો જી30 એક મિડ-બજેટ ફોન છે અને તેમાં મેક્સ વિઝન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સિવાય સ્માર્ટફોનમાં 5000mAh બેટરી મળે છે. આવો તમે જણાવીએ આ ફોનની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે...

Moto G30: કિંમત અને ઉપલબ્ધતા
મોટોના ઓ ફોનની 4જીબી રેમ તથા 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજની કિંમત 10999 રૂપિયા છે. ફોનને ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હેન્ડસેટનું વેચાણ 17 માર્ચે બપોરે 12 કલાકથી શરૂ થશે. મોટોનો આ ફોન ડાર્ક પર્લ અને પેસ્ટલ સ્કાઈ કલરમાં આવે છે. 

Motorola Moto G30: સ્પેસિફિકેશન્સ
મોટો જી30 માં 6.5 ઇંચ મેક્સ વિઝન એચડી+ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. તો પિક્સલ ડેનસિટી 269 પીપીઆઈ છે. ફોનમાં 2 ગીગાહર્ટઝ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે ગ્રાફિક્સ માટે અડ્રેનો 610 જીપીયૂ મળે છે. ફોનમાં 4 જીબી રેમ તથા 64 બીજી ઇનબિલ્ટ મેમરી આપવામાં આવી છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે .

મોટો જી30ના કેમેરાની વાત કરીએ તો ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં અપર્ચર એફ/2.2 ની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એન્ગલ કેમેરા, અપર્ચર એફ/2.5 ની સાથે 2 મેગાપિક્સલ મેક્રો અને અપર્ચર એફ/2.4 ની સાથે 2 મેગાપિક્સલનું સેન્સર પણ છે. રિયર કેમેરા નાઇટ વિઝન, એચડીઆર, પોર્ટ્રેટ મોડ, કટઆઉટ, સિનેમૈટોગ્રાફ, પેનોરમા, લાઇવ ફિલ્ટર જેવા મોડ આપવામાં આવ્યા છે. ફોનમાં અપર્ચર એફ/2.2ની સાથે 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. 

વાત કરીએ બેટરીની તો મોટો જી30માં 5000mAh બેટરી આપવામાં આવી છે, જેને લઈને કંપનીનો દાવો છે કે તે બે દિવસ સુધી ચાલશે. ફોનની સાથે બોક્સમાં 20 વોટ ચાર્જર મળે છે. મોટોનો આ ફોન IP52 રેટિંગની સાથે આવે છે એટકે કે તે પાણીમાં ખરાબ થશે નહીં. કનેક્ટિવિટી માટે ફોનમાં  4G LTE, હાઇબ્રિડ ડ્યૂલ સિમ, ટાઇપ-સી પોર્ટ, 3.5 એમએમ હેડફોન જેક, એફએમ રેડિયો અને બ્લૂટૂથ 5.0, જીપીએસ, એ-જીપીએસ, ગ્લોનાસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય ફિંગરપ્રિન્ટ રીડર, પ્રોક્સિમિટી સેન્સર, એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, જાયરોસ્કોપ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news