Maruti Brezza પણ હવે આપશે 'દબંગ'વાળી ફીલ! કંપનીએ 'લોન્ચ કર્યું બ્લેક એડિશન

Maruti Suzuki Brezza: ગ્રાહકો પાસે હવે બ્લેક એડિશનમાં મારુતિ બ્રેઝા ખરીદવાનો વિકલ્પ છે. આ સ્પેશિયલ એડિશન કારના ટોપ ZXi અને ZXi+ વેરિઅન્ટ પર બેસ્ડ છે. આ સિવાય તાજેતરમાં લોન્ચ થયેલું CNG મોડલ પણ બ્લેક કલરમાં સામેલ છે.

Maruti Brezza પણ હવે આપશે 'દબંગ'વાળી ફીલ! કંપનીએ 'લોન્ચ કર્યું બ્લેક એડિશન

Maruti Brezza Black Edition: મારુતિ સુઝુકીએ થોડા સમય પહેલા જ તેની એરેના આઉટલેટ કારોને બ્લેક એડિશનમાં લોન્ચ કરી છે. બ્લેક કલર સાથે શોરૂમ સુધી પહોંચનારી પ્રથમ કાર મારુતિ સુઝુકી બ્રેઝા છે. એટલે કે, ગ્રાહકો પાસે હવે બ્લેક એડિશનમાં મારુતિ બ્રેઝા ખરીદવાનો વિકલ્પ છે. આ સ્પેશિયલ એડિશન કારના ટોપ ZXi અને ZXi+ વેરિઅન્ટ પર બેસ્ડ છે. આ સિવાય તાજેતરમાં લોન્ચ થયેલું CNG મોડલ પણ બ્લેક કલરમાં સામેલ છે. બાકીના રંગોની સરખામણીમાં ખૂબ જ યુનીક ફીલ આપવા છતાં, કંપનીએ બ્રેઝાના બ્લેક એડિશનની કિંમત અન્ય રંગો જેટલી જ રાખી છે. તેની કિંમત રૂ. 10.95 લાખથી શરૂ થાય છે અને રૂ. 13.88 લાખ સુધી જાય છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં, બ્રેઝા ટાટા નેક્સનને પાછળ છોડીને સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી રહી છે.

બ્લેક એડિશન ફીચર્સ
બ્રેઝા બ્લેક એડિશનના ZXi અને ZXi+ વેરિઅન્ટ્સમાં ઓલ-બ્લેક ફ્રન્ટ ગ્રિલ, ડ્યુઅલ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ફ્લોટિંગ LED DRL, બ્લેક ક્લેડીંગ અને સાઇડ મોલ્ડિંગ્સ અને બ્લેક ફિનિશ સાથે 16-ઇંચના એલોય વ્હીલ્સ છે. અંદરની બાજુએ, SUVમાં ડ્યુઅલ-ટોન કલર સ્કીમ અને ડિજિટલ TFT MID સાથે 7-ઇંચની સ્માર્ટપ્લે પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, તેમજ ઑટોમેટિક એર કન્ડીશનીંગ, ક્રૂઝ કંટ્રોલ અને પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ ફીચર છે. ZXi+ ટ્રીમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ ચાર્જર, હેડ-અપ ડિસ્પ્લે યુનિટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રુઝ કંટ્રોલ સાથે 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે. સુરક્ષા માટે, તેમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને 360-ડિગ્રી કેમેરા છે.

મારુતિ બ્રેઝા CNG
કંપનીએ થોડા સમય પહેલા બ્રેઝાને CNG ઓપ્શનમાં લોન્ચ કરી છે. Brezza S-CNG ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: LXi S-CNG, VXi S-CNG, ZXi S-CNG અને ZXi S-CNG ડ્યુઅલ ટોન. તેમની કિંમત અનુક્રમે રૂ. 9.14 લાખ, રૂ. 10.49 લાખ, રૂ. 11.89 લાખ અને રૂ. 12.05 લાખ છે. CNG મૉડલ રેગ્યુલર પેટ્રોલ વેરિઅન્ટની જેમ જ ફીચર્સ સાથે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news