Photos: આ છે ઉડતી મોટરસાઇકલ, હવામાં પહોંચવામાં લે છે 60 સેકન્ડનો સમય
ફ્રાંસની કસ્ટમ ઓટોમોબાઇલ કંપની lazareth એ ઉડતી મોટરસાઇકલ બનાવી છે, જે સામાન્ય બાઇકની માફક રસ્તા પર તો દોડશે પરંતુ સાથે જ હેલિકોપ્ટરની માફક હવામાં પણ ઉડશે. કંપનીએ તેને LMV 496 નામ આપ્યું છે, જે ઘણી હદ સુધી કંપનીની જ LM-847 થી પ્રેરિત છે.
Trending Photos
નવી દિલ્હી: ફ્રાંસની કસ્ટમ ઓટોમોબાઇલ કંપની lazareth એ ઉડતી મોટરસાઇકલ બનાવી છે, જે સામાન્ય બાઇકની માફક રસ્તા પર તો દોડશે પરંતુ સાથે જ હેલિકોપ્ટરની માફક હવામાં પણ ઉડશે. કંપનીએ તેને LMV 496 નામ આપ્યું છે, જે ઘણી હદ સુધી કંપનીની જ LM-847 થી પ્રેરિત છે.
60 સેકન્ડ, બાઇક હવામાં
આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે તેને રાઇડ મોડ પરથી ફ્લાઇ મોડ પર જવામાં ફક્ત 60 સેકન્ડનો સમય લાગે છે. કંપનીએ તાજેતરમાં જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જેમાં બાઇકને સફળતાપૂર્વક હવામાં ઉડાડીને બતાવી છે.
શું છે આ ઉડતી બાઇકમાં ખાસ?
Lazareth ની આ હવામાં ઉડતી બાઇકમાં ચાર પૈડા છે. કંપનીએ તેમાં ખાસ માસેરાતી કારનું 5.2 લીટર V8 એન્જીન લગાવ્યું છે. Lazareth LMV 496 496 ના બધા પૈડાના હબમાં 96,000rpm જેટકેટ જેટ ટર્બાઇન લાગેલ છે. તેમાં લાગેલા હાઇડ્રોલિક એક્યૂએટર્સ ચારેય પૈડાની ઉપરની તરફ વાળી દે છે. બાઇકની ચેચિસની વચ્ચે બે વધારાના જેટ લાગેલા છે, જેમાં આ વધુ વજન લઇને ઉડી શકે છે.
240 કિલો વજન લઇને હવામાં કરી શકે છે સફર
કંપનીએ દાવો કર્યો છે કે તેને રાઇડિંગ મોડથી ફ્લાઇંગ મોડ પર જવામાં ફક્ત 60 સેકન્ડનો સમય લાગે છે. આ બાઇક ફક્ત એક બટન દબાવતાં જ ગરમ થઇને ઉડવાની તૈયારી થઇ જાય છે. કંપનીએ તેને ટેસ્ટિંગ દરમિયાન લગભગ 1 મીટરની ઉંચાઇ સુધી તેને ઉડાડીને બતાવી. કંપનીના અનુસાર બાઇકનું વજન ફક્ત 140 કિલોગ્રામ છે, તો ફ્લાઇટ મોડ પર આ 240 કિલો વજન લઇને ઉડી શકે છે. આ બાઇલ પોલિસ્ટર અને કાર્બન ફાઇબર ચેચિસ પર આધારિત છે અને કંપની તેને દુબઇમાં થનાર ઓટો શોમાં રજૂ કરશે. આ બાઇક કિંમત લગભગ 3.84 કરોડ રૂપિયા હોઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે