Lava ના નવા નેકબેન્ડ ઈયરફોન્સ ભારતમાં લોન્ચ થતાં જ પડાપડી! લોકો કહે છે આ જબરું આવ્યું છે!

  • કોલ એલર્ટ સાથે મળશે ડ્યુઅલ કનેક્ટિવિટીનું ઓપશન

  • મળથે લોન્ગ લાસ્ટિંગ બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ

    Probuds N2 ઈયરફોન્સમાં 10mm ડાયનામિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે

Trending Photos

Lava ના નવા નેકબેન્ડ ઈયરફોન્સ ભારતમાં લોન્ચ થતાં જ પડાપડી! લોકો કહે છે આ જબરું આવ્યું છે!

નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન કંપની LAVAએ પોતાના લેટેસ્ટ નેકબેન્ડ ઈયરફોન્સ જાહેર કર્યા છે. આ નેકબેન્ડ્સને કંપનીએ Probuds N2 નામ આપ્યું છે. આ નેકબેન્ડનો વજન માત્ર 25 ગ્રામ છે. આ સેગમેન્ટમાં આ નેકબેન્ડ સૌથી હલ્કાફુલ્કા છે. ડ્યુરેબિલિટી અને ફ્લેક્સિબિલિટી માટે Probuds N2ને સિલિકોનથી બનાવવામાં આવ્યા છે.

Probuds N2 ઈયરફોન્સમાં 10mm ડાયનામિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. આ ઈયરફોન્સમાં કનેક્ટિવિટી માટે Bluetooth v5.1નો સપોર્ટ અપાયો છે. આ ડિવાઈસમાં 110mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ નેકબેન્ડ 12 કલાક સુધી ચાલશે. આ નેકબેન્ડમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ છે.

Lava Probuds N2માં કોલ એલર્ટ અને ડ્યુઅલ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. ડ્યુઅલ કનેક્ટિવિટીથી યુઝર્સ એક સાથે 2 ડિવાઈસને કનેક્ટ કરી શક્શે. સ્વેટ અને વોટર રેસિસ્ટન્સ માટે આમાં IPX4 રેટિંગ આપવામાં આવ્યું છે. Probuds N2માં મેગ્નેટિક લોક્સ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે યુઝર એન્ટરટેઈન્મેન્ટ અને ઓફિસ કોલને ઈનબિલ્ટ પેનલથી કંટ્રોલ કરી શકાશે. Lava Probuds N2ની કિંમત 1199 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકોને Teal Green અને Midnight Black ઓપશનમાં આ નેકબેન્ડ મળશે. Lava Probuds N2ને ઈ-કોમર્સ સાઈટ Amazon અને Flipkart સિવાય Lava E-Storeમાંથી ખરીદી શકાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news