લંડનની Laureti ભારતમાં લોંચ કરશે ઇલેક્ટ્રિક SUV, એકવાર ચાર્જિંગમાં દોડશે 540 કિમી
Trending Photos
ભારતનું ઓટો બજારમાં ઝડપથી વધી રહ્યું છે. ઓટો બજારની વધતી જતી સંભાવનાઓને જોતાં તમામ વિદેશી કંપનીઓ પણ ભારત તરફ વળી રહી છે. હવે આ કડીમાં લંડનની જાણીતિ લૌરેતી મોટર્સનું નામ પણ ઉમેરાયું છે.
લંડનની કંપની લૌરેતી ઓટોમોટિવ કોર્પોરેશનની 2021માં ભારતમાં વિજળીથી ચાલનાર એસયૂવી ડોયનએક્સ લોંચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની દેશમાં સ્વચ્છ ઉર્જાથી ચાલનાર વાહનોને પ્રોત્સાહિત કરવા માટે આ વાહન અહીં બજારમાં ઉતારશે.
કંપની પોડેંચેરીમાં એક ઉત્પાદન એકમ લગાવવા માટે 37 કરોડ ડોલર (લગભગ 2,577 કરોડ રૂપિયા)ના રોકાણની પ્રક્રિયામાં છે. આ ફેક્ટરીની શરૂઆતી વાર્ષિક ક્ષમતા 10,000 વાહનોની હશે, જેને 2023 સુધી વધારીને 20,000 કરવામાં આવી શકે છે. ડોયનએક્સ તથા તેના સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન તથા એસેંબલ કરવાનું કામ આ એકમમાં કરવામાં આવશે.
લૌરેતી ઓટોમોટિવ કોર્પોરેશનના મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) માર્ક્સ પલેટીએ કહ્યું કે 'આ એકમમાં વાણિજ્યિક કામગીરી 2021ના ત્રિમાસિકમાં શરૂ કરવાનો કાર્યક્રમ છે.
તેમણે જણાવ્યું કે આ મોડલને 2021માં યૂરોપીય અને ભારતીય બજારમાં એકસાથે ઉતારવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ મોડલ એકવાર ચાર્જ કર્યા બદ 540 કિલોમીટર સુધી ચાલી શકે છે. પલેટીએ કહ્યું ''રાજ્ય સરકાર (પોડેંચેરી) એકમને સ્થાપિત કરવા માટે ગત 14 મહિનાઓથી અમને વધુ સક્રિયતા સાથે સહયોગ કરી રહી છે. આ પ્લાન્ટને સ્થાપિત કરવામાં 37 કરોડ ડોલરનો ખર્ચ આવશે.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે