રમકડાં જેવા લાગતા કેલ્ક્યુટરને શોધનાર વિજ્ઞાનીને લોકો ગાંડો ગણતા, આવો છે રોચક ઈતિહાસ

History Of Calculator : દરેક ઓફિસ, વ્યવસાય, શાળા-કોલેજમાં કેલ્ક્યુલેટર નાનામાં નાની ગણતરી કરવા માટે મહત્વનું બની ગયુ છે. ત્યારે કોણે સૌ પ્રથમ કેલ્ક્યુલેટર બનાવ્યું, સમયાંતરે કેવા કેવા કેલ્ક્યુલેટર બન્યાં જાણો તેનો રસપ્રદ ઈતિહાસ

રમકડાં જેવા લાગતા કેલ્ક્યુટરને શોધનાર વિજ્ઞાનીને લોકો ગાંડો ગણતા, આવો છે રોચક ઈતિહાસ

ઝી મીડિયા/બ્યૂરો :આજે આપણી પાસે ગણતરી કરવા માટે મોબાઈલ હાથવગો છે. નાનામાં નાનું ગણિત કરવા પણ આપણે મોબાઈલમાંના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે તમે જાણો છો કે ક્યારે અને કેવી રીતે આ કેલ્ક્યુલેટરની શોધ થઈ હતી, જે માનવ ઈતિહાસમાં સૌથી મહત્વની શોધ ગણાય છે. તેની શોધનો ઈતિહાસ રસપ્રદ છે. 

આજના સમયે કેલ્ક્યુલેટર પાવરથી ચાલે છે. પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્ક્યૂલેટરનો પાયો નાંખ્યો હતો. વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે. આજે આપણે સેકેન્ડોમાં લાખોના હિસાબ કરી દઈએ છીએ. વિદ્યાર્થી હોય કે પછી વેપારી, નોકરિયાત હોય કે પછી કંપનીનો માલિક, કોઈને કેલક્યુલેટર વગર ચાલી શકે તેમ નથી. 

ઈ.સ.1617માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલ્ક્યૂલેટર જ્હોન નેપિયર નામના વિજ્ઞાનીએ બનાવેલું. લોકો તેને પાગલ સમજતા, પરંતુ તેમણે દુનિયાની સૌથી મહત્વની શોધ કરી છે. તેણે લાકડાના લાંબા ટૂકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાતી હતી. આ સાધનને લોગરિધમ કહેતાં. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું. આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળી હતી. વિલ્હેમ શિકોર્ડે નામના જર્મન વિજ્ઞાાનીએ ઈ.સ. 1623 માં ઘડિયાળ જેવું કેલ્ક્યૂલેટર બનાવ્યુ હતું. તેના ચંદાઓ ફેરવીને વિવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શક્તી હતી.

ઈ.સ. 1642માં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવ્યું હતું. તેમાં વિવિધ ચક્રો હતાં. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજાં ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે. વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળીવાળું કેલક્યૂલેટર બનાવ્યું. તેને સ્ટેપ રેકનર કહેતાં. એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંશ પધ્ધતિની શરૂઆત આ યંત્રથી થઈ હતી. આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મશીનો રમકડાં જેવા લાગે, પરંતુ કમ્પ્યુટર અને કેલ્ક્યૂલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.

કેલ્ક્યુલેટર ઈતિહાસને જાણો

  • વિલિયમ સ્કોકાર્ડ (1592-1635): તેમની નોંધો પ્રમાણે, સ્કિકર્ડ પ્રથમ યાંત્રિક ગણતરી ઉપકરણની રચના અને નિર્માણમાં સફળ થયા હતા. સ્કાયર્ડની સિદ્ધિ 300 વર્ષ સુધી અજ્ઞાત અને નિષ્કલંક બની હતી, જ્યાં સુધી તેની નોંધો શોધાઇ ન હતી અને પ્રચાર થઈ ન હતી, ત્યાં સુધી, બ્લેઈઝ પાસ્કલની શોધથી વ્યાપક નોંધ મળી કે યાંત્રિક ગણતરી લોકોના ધ્યાન પર આવી હતી ત્યાં સુધી તે ન હતો.
  • બ્લાઇઝ પાસ્કલ (1623-1662): બ્લાઇઝ પાસ્કલે કરવેરા એકત્ર કરવાના તેમના કામ સાથે તેમના પિતાને મદદ કરવા માટે પાસ્કલિન નામના પ્રથમ કેલ્ક્યુલેટરમાંથી એકની શોધ કરી હતી.

ઈલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર્સ

  • વિલિયમ સેવાર્ડ બ્યુરોગ્સ (1857-1898) : 1885માં બ્યુરોસે ગણતરી મશીન માટે પોતાનું પ્રથમ પેટન્ટ દાખલ કર્યું હતું. જો કે તેના 1892ના પેટન્ટ એક વધારાનો પ્રિન્ટર સાથે સુધારેલ ગણતરી મશીન માટે હતા.
  • બુરુઓસ ઍડ્સ મશીન કંપની, જે તેમણે સેન્ટ લૂઇસ, મિસૌરીમાં સ્થાપના કરી હતી, શોધકની સર્જનને લોકપ્રિય બનાવવામાં સફળ રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news