4 કેમેરા સેટઅપ વાળો Honor 20 સીરીઝ 11 જૂને થશે લોન્ચ, જાણો ફીચર્સ
Trending Photos
નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર હુઆવે (Huawei) 11 જૂનના રોજ ભારતીય બજારમાં મોસ્ટ અવેટેડ Honor 20 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરશે. તેના ત્રણ વેરિએન્ટ Honor 20, Honor 20 Pro, Honor 20 Lite લોન્ચ કરવામાં આવશે. કંપનીના સત્તાવાર ટ્વિટર હેંડલ પર ટ્વિટ કરી તેની જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં સ્માર્ટફોનને લંડનમાં કરવામાં આવ્યો હતો.
Honor 20 Pro ફીચર્સ
આ સ્માર્ટફોનમાં Kirin 980 7nm પ્રોસેસર લાગેલું છે. રેમ 8જીબી અને ઇન્ટરનલ મેમરી 128જીબી છે. આ ઉપરાંત ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. તેની ડિસ્પ્લે 6.26 ઇંચની ફૂલ એચડી છે, જેનું રિઝોલ્યૂવેશન 2340×1080 પિક્સલ છે. પંચ હોલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. Honor 20 Pro में 48MP+16MP+8MP+2MP ના ચાર રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
Ready for better clicks?
The iconic HONOR 20i is arriving on 11th June.
In the run up to the #HONOR20Series launch event, we're on a giveaway spree.#ContestAlert:
Q1. Guess the number with #HONOR20i to participate.
T&Cs here ➡https://t.co/8Ml5v0t78O pic.twitter.com/miDEYHQjdu
— Honor India (@HiHonorIndia) June 3, 2019
Honor 20 ફીચર્સ
તેની રેમ 6જીબી અને ઇન્ટરનલ મેમરી 128જીબી છે. આ સ્માર્ટફોન Android 9.0 Pie પર કામ કરે છે. Honor 20 માં પણ 48MP+16MP+2MP+2MP ના ચાર રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન સફાયર બ્લૂ, મિડનાઇટ બ્લેક અને આઇલેંડિક વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
Honor 20 ફીચર્સ
તેમાં Kirin 710 chipset પ્રોસેસર લાગેલું છે. તેની રેમ 4જીબી અને ઇન્ટરનલ મેમરી 128જીબી ડિસ્પ્લે 6.21 ઇંચની છે. સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલ છે અને પ્રાઇમરી રિયર કેમેરા 24 મેગાપિક્સલ વાઇડ એંગલ કેમેરા છે. આ સ્માર્ટફોન સફાયર બ્લૂ, મિડનાઇટ બ્લેક અને આઇસલેંડિક વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે