Hero Xtreme 125 ભારતમાં લોન્ચ, સ્ટાઇલિશ લુક સાથે મળશે દમદાર માઇલેજ, જાણો કિંમત

હીરો મોટોકોર્પો પોતાની પોપુલર ઈવેન્ટ હીરો વર્લ્ડ 2024ની શાનદાર શરૂઆત કરતા 125 સીસી સેગમેન્ટની સૌથી પ્રીમિયમ બાઇક એક્સટ્રીમ 125આર લોન્ચ કરી છે.
 

Hero Xtreme 125 ભારતમાં લોન્ચ, સ્ટાઇલિશ લુક સાથે મળશે દમદાર માઇલેજ, જાણો કિંમત

નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પે 125 સીસી સેગમેન્ટમાં પોતાની નવી બાઇક Hero Xtreme 125 લોન્ચ કરી છે. જયપુર સ્થિત હીરો મોટોકોર્પના ગ્લોબલ સેન્ટર ઓફ ઇનોવેશન ટેક્નોલોજીમાં આયોજીત હીરો વર્લ્ડ 2024 કાર્યક્રમના પ્રથમ દિવસે હીરોએ 125 સીસી સેગમેન્ટની સૌથી પ્રીમિયમ અને સ્ટાઇલિશ મનાતી એક્સટ્રીમ 124આર લોન્ચ કરી છે. જેમાં ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 95000 રૂપિયા અને એબીએસ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 99500 રૂપિયા છે. 20 ફેબ્રુઆરીથી તમે આ બાઇકને ખરીદી શકશો.

સ્પોર્ટી લુક
હીરો એક્સટ્રીમ 125આરના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો તે પોતાના સેગમેન્ટની અન્ય પોપુલર મોટરસાઇકલ, જેવી ટીવીએસ રેડર, હીરો ગ્લેમર અને બજાજ પલ્સર 125 સહિત અન્ય પ્રોડક્ટ્સથી સારી દેખાય છે. તેનો ફ્રંટ લુક ખુબ આકર્ષક છે, જેમાં એલઈડી હેડલાઇટ્સ ખુબ સારી છે. 3 કલર ઓપ્શનમાં આવેલી આ બાઇકમાં ટેલલાઇટ્સ અને બ્લિંકર્સ પણ એલઈડી છે. તેમાં શાર્પ ફ્યૂલ ટેન્ક, સ્પ્લિટ સીટ સેટઅપ અને સ્પિલટ ગ્રેબ રેલ્સની સાથે ટાયર હગર પણ આપવામાં આવ્યા છે, જે તેના સ્પોર્ટી લુકમાં વધુ નિખાર લાવે છે.

એયર કૂલ્ડ એન્જિન
હીરો એક્સટ્રીમ 125આર ના એન્જિન-પાવર અને માઇલેજની વાત કરીએ તો તેમાં 125 સીસીનું સેગમેન્ટ ફર્સ્ટ એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8250 આરપીએમ પર 11.39 એચપીની મેક્સિમમ પાવર જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે તેની માઇલેજ 66 kmpl સુધીની છે. બાદ બાકી તેમાં સિંગલ અને ડુઅલ ચેનલ એબીએસની સાથે ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ જેવા વિકલ્પ મળે છે. સસ્પેંશન સેટઅપની વાત કરીએ તો તેના ફ્રંટમાં ટેલિસ્કોપિક અને રિયરમાં મોનોશોક સસ્પેન્શન મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news