Google તરફથી મળશે 631 રૂપિયા! 31 જુલાઈ છે છેલ્લી તારીખ, જાણો ક્લેમની પ્રોસેસ

Google તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે આ એગ્રીમેન્ટ કેસમાંથી છૂટકારો મેળવવા માટે જ કરવામાં આવ્યો છે. ગુગલે કેસના સમાધાન માટે $23 મિલિયન ડોલર ચૂકવવા સંમતી બતાવી છે.

Google તરફથી મળશે 631 રૂપિયા! 31 જુલાઈ છે છેલ્લી તારીખ, જાણો ક્લેમની પ્રોસેસ

Google News Update: ગૂગલના યુઝર્સ માટે મોટા સમાચાર છે. જો તમે 2006 થી 2013 ની વચ્ચે Google માં કંઈપણ સર્ચ કર્યું છે, તો તમે Google થી કમાણી કરી શકો છો. હકીકતમાં, ગૂગલે તે સમયનો ડેટા યુઝર્સની સંમતિ વિના થર્ડ પાર્ટી એપ સાથે શેર કર્યો હતો, જેના કારણે હવે કંપનીએ આ મામલે ચૂકવણી કરવી પડી રહી છે. જો કે ગૂગલે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેણે કોઈપણ યુઝરનો ડેટા કોઈની સાથે શેર કર્યો નથી.

ગૂગલ વતી એવું કહેવામાં આવ્યું હતું કે આ એગ્રીમેન્ટ કેસમાંથી છૂટકારો મેળવવા માટે જ કરવામાં આવ્યુ છે. તે કેસના સમાધાન માટે $23 મિલિયન ચૂકવવા સંમત થયા છે. કંપનીએ કહ્યું કે તેના પર લાગેલા તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા છે અને તે માત્ર સેટલમેન્ટની રકમ છે. તેથી જો તમે તે સમયથી ગૂગલનો ઉપયોગ કરી રહ્યાં છો અને 2006 થી 2013 વચ્ચે કંઈપણ સર્ચ કર્યું છે તો તમે કંપની પાસેથી પૈસા મેળવી શકો છો.

જો તમે 26 ઓક્ટોબર 2006 થી 30 સપ્ટેમ્બર 2013 વચ્ચે કંઈપણ સર્ચ કર્યું છે, તો તમને રકમ મળી શકે છે. આ રકમનો દાવો કરવા માટે વપરાશકર્તાઓ પાસે 31 જુલાઈ 2023 સુધીનો સમય છે. રકમ મેળવવા માટે, તમારે refererheadersettlement.com વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

તમારે વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા પછી તમને મેમ્બર આઈડી આપવામાં આવશે. હવે તમારે સબમિટ ક્લેમ પેજ પર જવું પડશે અને મેમ્બર આઈડી દાખલ કરીને તમારા પૈસાનો ક્લેમ કરવો પડશે. તમને $7.70 ચૂકવવામાં આવી શકે છે. એટલે કે Google દ્વારા તમને 631 રૂપિયા ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો:
UAE માં ગરમીમાં બહાર કામ કરવા પર પ્રતિબંધ, ભારતમાં પણ આ મિડ ડે પ્રતિબંધની જરૂર છે?
146મી રથયાત્રાની અંતિમ તૈયારી: હર્ષ સંઘવીએ રૂટ પર કર્યું રિહર્સલ, પગપાળા ચાલીને...
Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news