આ હશે ભારતની સૌથી મોંઘી Electric Scooter! મળશે 10.25 ઇંચની ડિસ્પ્લે

BMW CE 04: બીએમડબ્લ્યૂ મોટરાડ ઇન્ડીયાએ તાજેતરમાં જ એસ 1000 આરઆરને 20.25 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કર્યું છે. જેને ઇવેન્ટમાં એસ 1000 આરઆરને લોન્ક કરવામાં આવ્યું છે, કંપનીએ તેમાં CE 04 ઇલેક્ટ્રિક સ્કૂટરને પણ શોકેસ કર્યું. 

આ હશે ભારતની સૌથી મોંઘી Electric Scooter! મળશે 10.25 ઇંચની ડિસ્પ્લે

Most Expensive Electric Scooter: બીએમડબ્લ્યૂ મોટરાડ ઇન્ડીયાએ તાજેતરમાં જ એસ1000 આરઆરને 20.25 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ઇવેન્ટમાં એસ 1000 આરઆરને લોન્ચ કરવામાં આવી, કંપનીએ તેમાં CE 04 ઇલેક્ટ્રિક સ્કૂટરને પણ શોકેસ કર્યું. બીએમડબ્લ્યૂ મોટરાડ ઇન્ડીયા તેને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જોકે કંપની દ્વારા તેની લોન્ચ ડેટની જાહેરાત કરવામાં આવી છે. 

બીએમડબ્લ્યૂ મોટરાઇડ ઇન્ડીયા તરફ આ તેની પહેલી ઓલ ઇલેક્ટ્રિક ઓફર હશે. લોન્ચ બાદ આ ભારતીય બજારમાં સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ હોઇ શકે છે કારણ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા એક્સ શોરૂમ હોઇ શકે છે. જો કિંમત ખરેખર એટલી રહે છે તો BMW CE-04 ભારતમાં સૌથી મોંઘુ ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. 

બીએમડબ્લ્યૂના આ ઇલેક્ટ્રિક સ્કૂટર (BMW CE-04) માં 8.9kwh ની લિથિયમ-આયન બેટરી પેક મળે છે. આ સિંગલ ફૂલ ચાર્જ પર 129 કિલોમીટર સુધીની રેંજ ઓફર કરશે. 2.3 કિલોવોટના ચાર્જરથી લગભગ સવા ચાર કલાકમાં ફૂલ ચાર્જ (0 થી 100 ટકા) કરવામાં આવી શકે છે. તો બીજી તરફ  6.9 kW ફાસ્ટ ચાર્જરથી તેને ફક્ત 1.40 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાશે. 

ડિઝાઇનના મામલે CE-04 તે તમામ ઇલેક્ટ્રિક સ્કૂટર્સથી ખૂબ અલગ છે, જે અત્યારે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. તેની ડિઝાઇન ખૂબ અલગ છે. સ્કૂટરમાં આગળ નાના વાઇઝર મળે છે. તેની સાથે જ મોટા એલઇડી હેડલેમ્પ મળે છે. સ્કૂટરમા6 સિંગલ પીસ સીટ મળશે, જે ખૂબ લાંબી છે. સ્કૂટરમાં તમને મોટા ફૂટ રેસ્ટ અને એક્સપોઝ્ડ બોડી પેનલ જોવા મળશે. 

આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખૂબ ફીચર લોડેડ હશે. તેમાં 10.25 ઇંચની ટીએફટી ડિસ્પ્લે મળશે. તેમાં બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી, ટ્રાંજેક્શન કંટ્રોલ, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ જેવા ફીચર્સ પણ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news