માર્કેટમાં આવી ગઈ સોલાર ઈલેક્ટ્રીક કાર, આપે છે અધધધ 1600 કિમીની માઈલેજ

ઈંધણના વધતા ભાવો વચ્ચે અમેરિકાની કંપની APTERA MOTORS CORP.એ એવી ઈલેક્ટ્રિક કાર બનાવી છે, જેને ચાર્જ કરવાની જરૂરત રહેતી નથી. પરંતુ આ કાર સૂર્ય કિરણોથી ચાર્જ થાય છે. કારને ચાર્જ કરવા માટે વીજળીની જરૂરત રહેતી નથી. સોલાર ઈલેક્ટ્રિક કાર 1600 કિલોમીટરની શાનદાર માઈલેજ આપે છે.

માર્કેટમાં આવી ગઈ સોલાર ઈલેક્ટ્રીક કાર, આપે છે  અધધધ 1600 કિમીની માઈલેજ

ઝી બ્યૂરો, અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ ધીમે ધીમે વળી રહ્યાં છે. તેવામાં જો તમારી પાસે વગર ઈંધણની કાર ચલાવવાનો વિકલ્પ મળે તો ભલું કોણ આ મોકો છોડે. અનેક ઓટોમોબાઈલ કંપનીઓએ ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં રજૂ કરી છે. જેમાં મોટા ભાગે તેમાં ચાર્જિંગ અલગથી કરવું પડે છે. જો કે લોકોની આ સમસ્યાને દૂર કરવા અમેરિકાની એપટેરા મોટર્સ કોર્પોરેશને એક એવી ઈલેક્ટ્રિક કાર બનાવી છે. જેને ચાર્જ કરવાની જરૂર નથી. આવો જાણીએ સમગ્ર માહિતી.

1600 કિ.મી.ની અદભુત માઈલેજ
અમેરિકાની આ ઓટોમોબાઈલ કંપનીએ સોલાર ઈલેક્ટ્રિક કાર બનાવી છે. જેનું નામ એપટેરા પેરાડીમ (APTERA PARADIGM) છે. આ કાર ચાર્જ કરવા માટે વીજળીની જરૂર નથી રહેતી. પરંતુ આ કાર સૌર ઉર્જા એટલે કે સૂર્યની કિરણોથી ચાર્જ થાય છે. આ કારની ખાસિયત એ છે કે એક વાર ચાર્જ કર્યા બાદ કાર 1600 કિલોમીટરની દૂરી નક્કી કરી શકે છે.

શ્રેષ્ઠ ડિઝાઈન
કંપનીએ આ કારને એ રીતે ડિઝાઈન કરી છે કે તે સૂર્યની રોશનીને આસાનીથી એબસોર્બ કરી લે છે. આ સૂર્ય કિરણોથી કારની બેટરી ચાર્જ થાય છે. આ ઈલેક્ટ્રિક કાર 3 વ્હીલવાળી છે. જોવા જઈએ તો આ કાર એક નાની જેટ ફ્લાઈટ જેવી દર્શાય છે. કંપનીનો દાવો છે કે કારને સૂર્યની રોશનીથી ચાર્જ કરીને એક વર્ષમાં 17,700 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તેથી માઈલેજ મામલે એપટેરા દિગ્ગજ કંપની ટેસ્લા કરતા પણ આગળ નીકળી છે.

એન્જીન
એપટેરા પેરાડીમ (APTERA PARADIGM)માં 25 કિલોવોટથી લઈને 100 કિલોવોટ સુધીની બેટરી પેકનું ઓપશન આપવામાં આવ્યું છે. ગ્રાહક પોતાની પસંદ મુજબ 100 કિલોવોટ ફ્રંટ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ મોડલથી લઈને 150 કિલોવોટ ઓલ વ્હીલ ડ્રાઈવ પાવરટ્રેન સુધીનો વિકલ્પ નક્કી કરી શકે છે. આ કાર અલગ-અલગ મોડલ મુજબ 134 BHPથી લઈને 201BHPનો પાવર જનરેટ કરી શકે છે.

સ્પીડ
એપટેરા પેરાડીમ (APTERA PARADIGM) માત્ર 3.5 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. કારની ટોપ સ્પીડ 177 કિલોમીટર પ્રતિ કલાક છે. કંપનીએ આ ઈલેક્ટ્રિક કાર માટે પ્રી-ઓર્ડર સેલ પણ શરૂ કર્યો. જેમાં એક જ દિવસમાં તમામ કાર સોલ્ડ આઉટ થઈ ગઈ.

રંગ અને કિંમત
એપટેરા પેરાડીમ (APTERA PARADIGM)માં 2 લોકો બેસી શકે છે. કારમાં વ્હાઈટ, બ્લેક અને સિલ્વર રંગોનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અમેરિકામાં આ કારની કિંમત 25,990 ડોલર એટલે કે 19.1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે કારના ટોપ વેરિયંટની કિંમત 46,900 ડોલર એટલે કે 34.58 લાખ રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news