Airtelની નવી ઓફર, હવે દેશભરમાં મેળવો 129 અને 199 રૂપિયા વાળા પ્લાનની મજા
એરટેલના 129 અને 199 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 24 દિવસ છે. તેમાં ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ફ્રી એસએમએસ જેવા ફાયદા મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતી એરટેલે પોતાના 129 રૂપિયા અને 199 રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનને દેશભરમાં એક્સપાન્ડ કર્યો છે. બંન્ને પ્લાનને મેમાં પસંદગીના સર્કલમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. પાછલા મહિને તેને કેટલાક અન્ય સર્કલમાં એક્સપાન્ડ કરવામાં આવ્યા હતા. હવે લેટેસ્ટ ઓફર હેઠળ એરટેલના 129 અને 199 રૂપિયાના આ પ્રીપેડ પ્લાનને કોઈપણ સર્કલમાં રિચાર્જ કરાવી શકાય છે. બંન્ને પ્લાનની વેલિડિટી 24 દિવસ છે. આ પ્લાનમાં હાઈ-સ્પીડ ડેટાની સાથે-સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને એસએમએસ સુવિધા પણ મળે છે.
સૌથી પહેલા ટેલિકોમ ટોકના રિપોર્ટમાં એરટેલે 129 અને 199 રૂપિયા વાળા પ્લાનને બધા 23 સર્કલમાં જારી કરવાની જાણકારી આપવામાં આવી છે. જુલાઈમાં ટેલિકોમ કંપનીએ 16 ટેલિકોમ સર્કલ- દિલ્હી એનસીઆર, આસામ, બિહાર, ઝારખંડ, મુંબઈ, નોર્થ ઈસ્ટ અને ઓડિશાની સાથે-સાથે ગુજરાત, હરિયાણા, કેરલ, કોલકત્તા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, યૂપી ઈસ્ટ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં આ પ્લાન ઉપલબ્ધ કરાવી દીધો હતો.
નવા ફેરફારની સાથે 129 અને 199 રૂપિયા વાળા રિચાર્જ
પ્લાન આંધ્ર પ્રદેશ, તેલંગણા, ચેન્નઈ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ અને કાશ્મીર, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુ સર્કલમાં પણ ઉપલબ્ધ છે.
હવે તમારા Facebook મિત્રો સાથે Instagram દ્વારા કરો Chat, આવી રહ્યું છે નવું ફીચર
129 રૂપિયા વાળો એરટેલ પ્રીપેડ પ્લાન
129 રૂપિયા વાળા એરટેલ પ્રીપેડ પ્લાનમાં 1 જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલનો ફાયદો પણ કંપની આપે છે. આ પ્લાનમાં 300 એસએમએસ ઓફર કરવામાં આવે છે. આ પેકની વેલિડિટી 24 દિવસની છે.
199 રૂપિયા વાળો એરટેલ પ્રીપેડ પ્લાન
129 રૂપિયા વાળા પ્લાનની જેમ 199 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી પણ 24 દિવસ છે. પરંતુ તેમાં 1 જીબી ડેટા દરરોજ મળે છે. ગ્રાહક દરરોજ 100 એસએમેસનો ફાયદો પણ લઈ શકે છે. રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ બેનિફિટ પણ છે.
129 રૂપિયા અને 199 રૂપિયા વાળા એરટેલ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિક, હેલો ટ્યૂન્સનો પણ ફ્રીમાં ફાયદો મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે