WTC Final: ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ કિંગ બનવું નક્કી, બીજી વાર આવી રીતે બનશે ચેમ્પિયન

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલની મેચ વરસાદે પાણી ફેરવી નાંખ્યું છે. સાઉથમ્પટનમાં થઈ રહેલ આ ટાઈટલ મેચમાં વરસાદ અત્યાર સુધી હાવી રહ્યો છે. સોમવારે મેચનો ચોથો દિવસ, પરંતુ રમત માત્ર દોઢ જ દિવસની શક્ય બની છે.

WTC Final: ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ કિંગ બનવું નક્કી, બીજી વાર આવી રીતે બનશે ચેમ્પિયન

સાઉથમ્પ્ટન:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 તારીખથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશીપની શરૂઆત થઈ. બંને ટીમ મેચ જીતવા માટે સજ્જ હતી. પરંતુ વરસાદને આ તે મંજૂર નથી. જેના કારણે સોમવારે મેચનો ચોથો દિવસ હતો પરંતુ રમત માત્ર દોઢ જ દિવસની શક્ય બની. કેમ કે વરસાદ વિલેન બનીને આવ્યો છે. પહેલો દિવસ પણ વરસાદની ભેટ ચઢી ગયો. બીજા દિવસે ખરાબ પ્રકાશના કારણે રમતને વહેલી બંધ કરવી પડી. મેચના બીજા દિવસે 64.4 ઓવરની રમત જ શક્ય નથી. અત્યાર સુધી માત્ર ત્રીજા દિવસે જ રમત શક્ય બની. વરસાદના કારણે ચોથો દિવસ પણ ધોવાઈ ગયો છે.

ફેન્સને ટાઈટલ મેચ પર હતી મોટી આશા:
ક્રિકેટના ચાહકો ઘણા સમયથી આ મેચ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વરસાદે પાણી ફેરવી દીધું. સાઉથમ્પટનમાં હવામાન જોતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ અત્યાર સુધીની મેચ જોતાં તેના ઉપયોગની સંભાવના ઓછી લાગે છે.

હવે મેચમાં શું થશે:
આ પ્રમાણે જો વરસાદ ચાલુ રહેશે તો આ મેચનું ડ્રો થવાનું નક્કી છે. એવામાં ભારત અને ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા સાથે બીજી વાર આ ઘટના બનશે. કેમ કે 2002માં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા જાહેર કરાઈ હતી.

2002માં શું થયું હતું:
કોલંબોમાં રમાયેલી 2002 ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ વરસાદથી પ્રભાવિત રહી હતી. આ મેચમાં શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 222 રન બનાવી હતી. ટીમ ઈન્ડિયા 223 રનના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી હતી. ટીમે 8.4 ઓવરમાં 1 વિકેટે 38 રન બનાવી લીધા હતા. સેહવાગ અને સચિન ક્રીઝ પર હતા. પરંતુ વરસાદ શ્રીલંકાની ટીમ માટે રાહત બનીને આવ્યો અને અંતમાં ટીમ ઈન્ડિયાની સાથે ICCની આ ટ્રોફી શેર કરવાની તક મળી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news