દબંગ દિલ્હીની નજર પ્રથમ ખિતાબ પર, ફાઇનલમાં આજે બંગાલ વિરૂદ્ધ ટકરાશે
ફાઇનલમાં દિલ્હીને પોતાના યુવા સ્ટાર રેડર નવીન કુમાર અને બંગાલને મનિંદર સિંહ પાસે આશાઓ છે. નવીન આ સત્રમાં સતત 20 સુપર-10 લગાવી ચૂક્યા છે. બંગાલના સુકેશ હેગડેની પ્રો કબડ્ડીમાં આ 100મી મેચ હશે અને તે આ ખિતાબથી યાદગાર બનાવવા માંગે છે.
Trending Photos
અમદાવાદ: દબંગ દિલ્હીની ટીમ શનિવારે જ્યારે પ્રો કબડ્ડીની લીગની ફાઇનલમાં બંગાલ વોરિયર્સના ખિતાબ માટે ઉતરશે તો તેની નજર ખિતાબ પર રહેશે. જોકે એ તો નક્કી છે કે કોઇપણ જીતશે તો કબડ્ડીને નવો વિજેતા મળશે. બંને કોચે પોતાની ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમણે દાવો કર્યો છે કે ફાઇનલની મેચ રોમાંચક રહેશે.
દિલ્હીના કોચ કૃષ્ણ કુમાર હુડ્ડાએ કહ્યું હતું કે કોઇને ખબર નથી કે જીત માટે કોણ પ્રબળ દાવેદાર છે કારણ કે બંને ટીમો સારી છે. અમારા ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. બંગાળના કોચ બીસી રમેશે કહ્યું કે રેડર અને ડિફેંડર બંને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. જોકે તેમની મહેનત ઉપરાંત ભાગ્ય પણ ભૂમિકા ભજવશે. હું ખુશ છું કે બંને ટીમો ફાઇનલમાં રમી રહી છે.
બેંગલુરૂ બુલ્સને બહાર કરી ફાઇનલમાં દંબંગ દિલ્હી: નવીન કુમાર (15 પોઇન્ટ)ના સતત 20મા સુપર-10ના દમ પર દબંગ દિલ્હીને પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની સાતમી સિઝનમાં બુધવારે અહી સેમીફાઇનલ મેચમાં ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સે 44-38થી હરાવીને પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. દબંગ દિલ્હી આ સીઝનમાં બેંગલુરૂ વિરૂદ્ધ અપરાજિત રહી હતી અને તેણે સેમીફાઇનલમાં પણ ચેમ્પિયન ટીમને પછાડીને ઇતિહાસ રચતાં પહેલીવાર ફાઇનલમાં પોતાનું સ્થાન પાકુ કરી લીધું છે.
રોમાચંક મુકાબલામાં મુબ્બાને માત આપી બંગાલ ફાઇનલમાં: અંતિમ મિનિટોમાં પોતાની શાનદાર રમતના દમ પર બંગાલ વોરિયર્સે બીજી સેમીફાઇનાલમાં પૂર્વ વિજેતા યૂ-મુમ્બાને રોમાંચક મુકાબલામાં 37-35થી માત આપી પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં બંગાલ વોરિયર્સનો સામનો દબંગ દિલ્હી સાથે થશે. દબંગ દિલ્હીએ પહેલાં સેમીફાઇનલમાં ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સને 44-38થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ફાઇનલમાં દિલ્હીને પોતાના યુવા સ્ટાર રેડર નવીન કુમાર અને બંગાલને મનિંદર સિંહ પાસે આશાઓ છે. નવીન આ સત્રમાં સતત 20 સુપર-10 લગાવી ચૂક્યા છે. બંગાલના સુકેશ હેગડેની પ્રો કબડ્ડીમાં આ 100મી મેચ હશે અને તે આ ખિતાબથી યાદગાર બનાવવા માંગે છે. દિલ્હી પાસે ચંદ્વન રંજીત અને વિજય જેવા સારા રેડર અને રવિંદર પહલ તથા જોગિન્દર નરવાલ જેવા સારા ડિફેન્ડર છે જ્યારે બંગાલ પાસે પ્રપંજન જેવા જોરદાર રેડર છે.
લીગમાં બંગાલે આ સત્રમાં દિલ્હી સાથે 46મી મેચમાં 30-30થી ટાઇ રમી હતી અને પછી 115મી મેચમાં તેણે દિલ્હીને 42-33થી હરાવ્યું હતું. દિલ્હી લીગમાં પહેલાં અને બંગાલ બીજા સ્થાન પર રહ્યું હતું. દિલ્હીની આ સત્રમાં 23 મેચોમાંથી 16 જીતી, ચાર હારી અને ત્રણ ડ્રોનો રેકોર્ડ રહ્યો છે, જ્યારે બંગાલ 23 મેચોમાંથી 15 જીત્યું છે, પાંચમાં હાર અને ત્રણ ડ્રોનો રેકોર્ડ રહ્યો છે. પરંતુ ફાઇનલની ટક્કર લીગને નવી વિજેતા ટીમ આપશે.
ટૂર્નામેન્ટની ગત છઠ્ઠી સિઝનમાં જયપુર પિંક પેથર્સે 2014માં પહેલીવાર ખિતાબ જીત્યો હતો જ્યારે યૂ મુમ્બાની ટીમે 2015માં બીજી ચેમ્પિયન ટીમ બની હતી. જ્યારે પટના પાઇરેટ્સે 2016માં બે વાર લીગમાં ખિતાબ જીત્યો અને પછી 2017માં પણ ખિતાબ જીતી હેટ્રિક પુરી કરી હતી. બેંગલુરૂ બુલ્સે 2018માં ખિતાબ જીત્યો હતો.
પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝનમાં કુલ આઠ કરોડ રૂપિયાના ઇનામની રકમ આપવામાં આવશે. ચેમ્પિયન ટીમને ત્રણ કરોડ રૂપિયાની રકમ મળશે જ્યારે ઉપવિજેતાને એક કરોડ 80 લાખ રૂપિયા મળશે. ત્રીજા અને ચોથા સ્થાનની ટીમોને 90-90 લાખ રૂપિયા મળશે જ્યારે પાંચમા અને છઠ્ઠા સ્થાનની ટીમોને 45-45 લાખ રૂપિયા મળશે. બાકીની રકમ વ્યક્તિગત પુરસ્કારોમાં આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે