Cricketer Property: વિરાટ કોહલી, ધોની અને સચિન તેંડુલકર, કોની પાસે છે કેટલા રૂપિયા? જાણીને થઈ જશો હેરાન
Virat kohli, Sachin tendulkar, Dhoni: ક્રિકેટ વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહ્યું છે અને તે આજના સમયમાં સૌથી વધુ ગમતી રમત છે. વિશ્વભરના લાખો લોકો આ રમતનો આનંદ માણે છે. ક્રિકેટ વિશ્વભરમાં કેટલાક સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે, અને તેમાંથી ઘણા આજે તેમની સફળતાના કારણે લાખો કરોડો રૂપિયાના માલિક બની ગયા છે.
Trending Photos
Virat kohli, Sachin tendulkar, Dhoni: આજે અમે આપને જણાવીશું કે ભારતના ત્રણ સ્ટાર અને પ્રખ્યાત ખેલાડીઓ એમએસ ધોની, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પાસે કેટલા પૈસા છે. આ 3 ખેલાડીઓએ ક્રિકેટમાં અપાર સફળતા હાંસલ કરી છે અને રૂપિયા પણ એટલા જ કમાયા છે. આજે અમે તમને જણાવીશું કે એડ્સથી લઈને ફ્રેન્ચાઈઝી સુધીના આ ત્રણમાંથી સૌથી અમીર કોણ છે.
આવો જાણીએ વિરાટ કોહલી-ધોની સચિન તેંડુલકરમાં કોની પાસે કેટલા રૂપિયા છે?
સચિન તેંડુલકર
સચિન તેંડુલકર વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને સફળ ક્રિકેટરોમાંથી એક છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેમણે કારકિર્દીમાં 30,000 થી વધુ રન બનાવ્યા છે. મેદાનની બહાર, તેંડુલકર વિશ્વની શ્રેષ્ઠ અને યોગ્ય સ્પોર્ટ્સ પર્સનાલિટીમાંથી એક છે. તેમની પાસે સ્પિનની અને લ્યુમિનસ ઈન્ડિયા સહિત અનેક અગ્રણી બ્રાન્ડ્સ સાથેની એન્ડોર્સમેન્ટ ડીલ છે. તેમની સફળતાએ તેમને $170 મિલિયન (આશરે ₹1400 કરોડ)ની અંદાજિત નેટવર્થ સાથે ભારતના સૌથી ધનિક ક્રિકેટરોમાં સ્થાન આપ્યું છે.
એમએસ ધોની
એમએસ ધોની વિશ્વના સૌથી સફળ અને પ્રભાવશાળી ક્રિકેટરોમાંથી એક છે. તે ઘણા મહત્વાકાંક્ષી ક્રિકેટરો માટે રોલ મોડેલ છે અને તેમની સફળતાની કહાની ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. તેમણે મેદાન પર અને મેદાનની બહાર સફળતા હાંસલ કરી છે અને મહેનત અને સમર્પણ દ્વારા સફળતા કેવી રીતે મેળવી શકાય છે તેનું જીવંત ઉદાહરણ છે. ધોનીએ ફાયર-બોલ્ટ, નવી અને જી સ્ક્વેર હાઉસિંગ સહિત અનેક બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સમેન્ટ કર્યા છે. તેઓ ભારતમાં કપડાંની બ્રાન્ડ પણ ધરાવે છે અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. તેમની કુલ સંપત્તિ આશરે $111 મિલિયન (આશરે 945 કરોડ) હોવાનો અંદાજ છે, જે તેમને ભારતના બીજા સૌથી ધનિક ક્રિકેટરોમાંનો એક બનાવે છે.
વિરાટ કોહલી (લગભગ 924 કરોડ)
વિરાટ કોહલી વિશ્વ વિખ્યાત ક્રિકેટર છે જેણે ભારત અને ક્રિકેટને ગૌરવ અપાવ્યું છે. કોહલીએ 2008ની ઈન્ડિયન ટી20 લીગમાં બેંગ્લોર સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને તે જ વર્ષે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આજે વિરાટ એક એવું નામ છે જે ક્રિકેટ અને સફળતાને વ્યક્ત કરે છે. તેઓ Vivo, Puma અને Digit Insurance સહિત મોટી સંખ્યામાં બ્રાન્ડ્સના એમ્બેસેડર છે. કોહલી સ્પોર્ટ્સ ફેશન બ્રાન્ડ Wrognનો પણ માલિક છે.
આ પણ વાંચો:
એક ખાસ વ્યક્તિને મળવા ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડ્યો, કાફલો રોકાવ્યો
તળતી વખતે આ વાતનું રાખશો ધ્યાન તો પુરીમાં નહીં જાય વધારે તેલ અને રહેશે એકદમ ફરસી
શનિદોષ દૂર કરવા માટે 6 એપ્રિલનો દિવસ છે ખાસ, અત્યારથી કરી લો તૈયારી આ કામ કરવાની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે