ભારતીય ટીમ કોરોના તપાસમાં નેગેટિવ, શરૂ કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો


ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં ટીમ તથા સપોર્ટ સ્ટાફનો પ્રથમ કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 
 

ભારતીય ટીમ કોરોના તપાસમાં નેગેટિવ, શરૂ કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો

સિડનીઃ ભારતીય ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસની તપાસમાં નેગેટિવ આવ્યા બાદ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ માટે શનિવારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાલમાં યૂએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાલ લેનાર હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો. 

બીસીસીઆઈએ ટ્વિટર પર ખેલાડીઓના આઉટડોર અભ્યાસ અને જિમ સત્રની તસવીરો પોસ્ટ કરી છે. સ્પિનર કુલદીપ યાદવ, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને ચેતેશ્વર પૂજારા અભ્યાસ કરતા જોવા મળ્યા. તસવીરોમાં ફાસ્ટ બોલર ટી નટરાજન અને દીપક ચાહર પણ જોવા મળી રહ્યા છે. 

— BCCI (@BCCI) November 14, 2020

કુલચાની જોડી
ભારતીય ટીમ આ સમયે 14 દિવસના ક્વોરેન્ટીન પર છે અને પ્રથમ કોરો તપાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે સ્પિનર કુલદીપની સાથે તસવીર પોસ્ટ કરી. તેણે લખ્યુ, 'મારા ભાઈ કુલદીપની સાથે ભારતીય ટીમમાં વાપસી. ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરતા હેશગેટ કુલચા.'

— BCCI (@BCCI) November 14, 2020

આવો છે કાર્યક્રમ
ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ રમશે. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ સિરીઝમાં માત્ર એક મેચ રમશે અને ત્યારબાદ સ્વદેશ પરત ફરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news