9 દિવસથી ગુફામાં ફસાયેલા છે 12 ફૂટબોલ ખેલાડી, બચાવવા માટે સેના કરશે આ કામ
થાઇલેંડની ગુફા થૈમ લુઆંગમાં લગભગ 9 દિવસોથી ફસાયેલા 12 બાળકોનો હજુ સુધી કોઇ પતો મળ્યો નથી. આ 12 બાળકો થાઇલેંડના અંડર-16 ફૂટબોલ ટીમના સભ્ય છે અને બધાની ઉંમર 11 થી 16 વર્ષની છે.
Trending Photos
થાઇલેંડ: થાઇલેંડની ગુફા થૈમ લુઆંગમાં લગભગ 9 દિવસોથી ફસાયેલા 12 બાળકોનો હજુ સુધી કોઇ પતો મળ્યો નથી. આ 12 બાળકો થાઇલેંડના અંડર-16 ફૂટબોલ ટીમના સભ્ય છે અને બધાની ઉંમર 11 થી 16 વર્ષની છે. જોકે થોડા દિવસો પહેલાં મેચ પુરી થયા બાદ આ ફૂટબોલ ટીમના ખેલાડીઓની ટીમ મેચ બાદ ગુફામાં ફરવા ગઇ હતી, ટીમની સાથે તેમના કોચ પણ હાજર હતા. એવું માનવામાં આવે છે કે ભારે વરસાદના લીધે ગુફાના મુખ્ય માર્ગમાં પૂર આવી ગયું જેમાં ફૂટબોલના ખેલાડીઓ ફસાયેલા છે. વરસાદના લીધે ગુફામાં પાણી ભરાઇ ગયું હતું, ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ સમગ્ર ટીમ તો ગુમ છે અથવા કોઇ દુર્ઘટના સર્જાઇ છે.
ખેલાડીઓને બચાવવામાં લાગી છે સેના
થાઇલેંડની નૌસેના સીલે એક ફેસબુક પોસ્ટમાં આજે જણાવ્યું હતું કે ગત રાત્રે મરજીવાઓ એક જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં એક કિલોમીટર લાંબો માર્ગ બે દિશાઓમાં વિભાજીત થાય છે. મરજીવાઓને દોરડા અને વધારાના ઓક્સિજન પુરા પાડવામાં આવ્યા છે અને હવે તે ગુફામાં એક જમીની ભાગ તરફ આગળ વધી રહ્યા છે જ્યાં તે 13 લોકો બચેલા હોઇ શકે છે.
કોઇ ટાપૂ પર હોઇ શકે છે ફૂટબોલ ખેલાડી
એવું માનવામાં આવી રહ્યું છે કે આ બધા ખેલાડીઓ ગુફાની અંદર કોઇ ટાપૂ પર હોઇ શકે છે. હાલમાં તે જીવીત છે, કારણ કે તેમની પાસે પીવાલાયક પાણી છે. સાત દિવસથી ગુફામાં પાણી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. બાળકો સુધી પહોંચવા માટે રેસ્ક્યૂ ટીમ ઉપરથી હોલ કરશે. ગુફામાં ઓક્સિજનની ઉણપના લીધે 200 સિલિંડર પહોંચાડવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે