Surya Kumar ને શાનદાર ફોર્મ છતાં ટીમમાં કેમ ન અપાયું સ્થાન? ટ્વીટર પર લોકો પૂછી રહ્યાં છે સવાલ

સૂર્યકુમાર અને સેમસનને બાંગ્લાદેશ સામેની વનડે ટીમમાં સ્થાન ન મળતા પ્રશ્ન ઉઠ્યા. સૂર્યકુમાર યાદવ અત્યારે કરિયરના શ્રેષ્ઠ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. તે આ વર્ષે T20Iમાં 1164 રન સાથે લીડિંગ રન સ્કોરર છે. તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં 111* રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે, તેમ છતાં તેને બાંગ્લાદેશ સામેની 3 વનડેની શ્રેણીમાં ટીમમાં સ્થાન મળ્યું નથી.

Surya Kumar ને શાનદાર ફોર્મ છતાં ટીમમાં કેમ ન અપાયું સ્થાન? ટ્વીટર પર લોકો પૂછી રહ્યાં છે સવાલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ જીતે કે હારે હાલ એક જ ખેલાડી સૌથી વધારે ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં સાવ ખરાબ પ્રદર્શન કરીને ઈગ્લેન્ડ સામે હારીને બહાર ફેંકાઈ ગઈ હતી છતાં પણ એક ઈન્ડિયન પ્લેયર પર સૌ કોઈની નજર હતી. એ ખેલાડીનું નામ છે સૂર્યકુમાર યાદવ. આ ખેલાડી ભારતીય ટીમનો એવો સુરજ છે જેણે સૌ કોઈને ઝાંખા પાડી દીધાં છે. સૌથી કોઈ હાલ ટ્વીટર પર એક જ સવાલ ઉઠાવી રહ્યાં છેકે, આટલાં શાનદાર ખેલાડી કે જે અત્યારે સૌથી સારા ફોર્મમાં છે તેને કેમ ટીમની બહાર બેસાડવામાં આવ્યો. 

BCCI એ બુધવારે રાત્રે ભારતના બાંગ્લાદેશ પ્રવાસ માટેની વનડે ટીમ જાહેર કરી હતી. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનને સ્થાન ન મળતા સોશિયલ મીડિયા પર ફેન્સ અકળાયા છે. તેમણે બોર્ડ પાર કાસ્ટિસ્ટ હોવાના આરોપ લગાવ્યા છે. ટ્વિટર પર Casteist BCCI ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવ અત્યારે કરિયરના શ્રેષ્ઠ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. તે આ વર્ષે T20Iમાં 1164 રન સાથે લીડિંગ રન સ્કોરર છે. તેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં 111* રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે, તેમ છતાં તેને બાંગ્લાદેશ સામેની 3 વનડેની શ્રેણીમાં ટીમમાં સ્થાન મળ્યું નથી.

 

— Akshat kulshreshtha (@akshatkul_) November 24, 2022

ભારત-બાંગ્લાદેશ ટૂર
4 ડિસેમ્બર- પ્રથમ વનડે (ઢાકા)
7 ડિસેમ્બર- બીજી વનડે (ઢાકા)
10 ડિસેમ્બર- ત્રીજી વનડે (ઢાકા)
14-18 ડિસેમ્બર- પહેલી ટેસ્ટ (ચિટગાંવ)
22-26 ડિસેમ્બર- બીજી ટેસ્ટ (ઢાકા)

સંજુ સેમસનને પણ ન અપાઈ તકઃ
સૂર્યકુમાર યાદવ ઉપરાંત સંજુ સેમસનને પણ તક આપવામાં આવી નથી. નોંધનીય છે કે સેમસન કિવિઝ સામેની વનડે સ્ક્વોડમાં છે. હજી શ્રેણી શરૂ નથી થઈ અને સેમસનને તક મળે એ પહેલાં જ આગામી શ્રેણીમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. તેવામાં ટ્વિટર પર યુઝર્સે Casteist BCCI ટ્રેન્ડ કર્યું હતું.

બાંગ્લાદેશ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનઃ
રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, દીપક ચાહર અને કુલદીપ સેન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news