ચોગ્ગા-છગ્ગા જાય તો પણ IPLમાં 7.3 લાખ રૂપિયામાં પડશે આ બોલરનો દરેક બોલ!

હાલમાં જ આઈપીએલનું ઓક્શન યોજાઈ ગયું. જેમાં ઘણાં ખેલાડીઓને મસમોટી લોટરી લાગી છે. જોકે, આથી ટીમ ખરીદી શકાય એટલાં રૂપિયામાં એક ટીમે ખરીદ્યો આ એક ખેલાડી...હવે એની બોલિંગ સાવ ધોવાઈ જાય તો પણ એને તો મળશે કરોડો રૂપિયા...

ચોગ્ગા-છગ્ગા જાય તો પણ IPLમાં 7.3 લાખ રૂપિયામાં પડશે આ બોલરનો દરેક બોલ!

IPL vs PSL Salary: IPL 2024માં ગત રોજ ઓક્શન થયું છે. મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે IPLમાં મિચેલ સ્ટાર્કના 1 બોલની કિંમત શું હશે? તેમજ પીએસએલની સરખામણીમાં કેટલી મોટી રકમ છે?

IPL હવે ધીમેધીમે પોતાનો જલવો દેખાડી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ રીતે મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે IPLમાં મિચેલ સ્ટાર્કના 1 બોલની કિંમત શું હશે? તેમજ પાકિસ્તાન સુપર લીગની સરખામણીમાં કેટલી મોટી રકમ છે? વાસ્તવમાં, IPLમાં મિશેલ સ્ટાર્કના દરેક બોલની કિંમત 7.3 લાખ રૂપિયા હશે. જે પાકિસ્તાન સુપર લીગના પગાર બરાબર છે.

IPL પગારની સરખામણીમાં PSL ક્યાં છે?
IPLમાં એક મેચ માટે મિશેલ સ્ટાર્કની ફી પાકિસ્તાન સુપર લીગના સૌથી મોંઘા ખેલાડી કરતા પણ વધુ છે. પાકિસ્તાન સુપર લીગના સૌથી મોંઘા ખેલાડીનો વાર્ષિક પગાર 1.4 કરોડ રૂપિયા છે. જો આપણે આ પગારની સરખામણી મિશેલ સ્ટાર્કને મળેલા પૈસા સાથે કરીએ તો આ ઓસ્ટ્રેલિયન ખેલાડી આઈપીએલની માત્ર 1 મેચથી આટલી કમાણી કરશે. આઇપીએલમાં મિશેલ સ્ટાર્કના દરેક બોલની કિંમત 7.3 લાખ રૂપિયા હશે. આ રીતે, આ આંકડા દર્શાવે છે કે પાકિસ્તાન સુપર લીગ IPL સામે ક્યાંય પણ ટકતી નથી.

IPLની હરાજીમાં પ્રથમ વખત બિડિંગ રૂ. 20 કરોડને પાર કરી ગયું હતું-
આ પહેલા મંગળવારે આઈપીએલની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયા ખર્ચીને મિશેલ સ્ટાર્કને પોતાની ટીમનો ભાગ બનાવ્યો. જ્યારે પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે IPLની હરાજીમાં કોઈ ખેલાડીની કિંમત 20 કરોડ રૂપિયાને પાર થઈ હોય. આ સિવાય તાજેતરમાં વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને પણ સારી કિંમત મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ડેરીલ મિશેલને લગભગ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news