IND vs AUS: ટીમ ઈન્ડિયામાં તક ન મળતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો આ ધૂરંધર ખેલાડી, જાણો શું કહ્યું?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતની બે ટેસ્ટ મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 13 જાન્યુઆરીએ થઈ ગઈ છે. ટેસ્ટ મેચ માટે ટીમના મુખ્ય સિલેક્ટર ચેતન શર્માના નેતૃત્વમાં ખેલાડીઓની પસંદગી થઈ છે. જો કે એક તોફાની બેટર એવો પણ છે જેને એવી આશા હતી કે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે પરંતુ તેને નિરાશા સાંપડી છે. અહીં અમે વાત કરી રહ્યા છે રણજી ટ્રોફીની મેચોમાં પોતાની બેટિંગથી ધમાલ મચાવનારા જબરદસ્ત બેટરની.
Trending Photos

રણજી ટ્રોફીમાં ધમાલ મચાવનારા તોફાની બેટર સરફરાઝ ખાને ટીમમાં પસંદ ન થવાના કારણે દુ:ખ પ્રગટ કર્યું છે અને કહ્યું છે કે તેમને સિલેક્ટર્સે કહ્યું હતું કે તારા સારા દિવસ આવશે અને જલદી આવશે. પરંતુ સતત સારું પ્રદર્શન કરવા છતાં પણ ટીમમાં જગ્યા મળી નથી.
એક ઈન્ટરવ્યુમાં સરફરાઝ ખાને કહ્યું કે મુખ્ય સિલેક્ટર ચેતન શર્માએ કહ્યું હતું કે રાહ જો તારી સમય જલદી આવશે. સરફરાઝ ખાને ઓસ્ટ્રેલિયા વિરુદધ રમાનારી ટેસ્ટ મેચો માટે પસંદગી ન થવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. સરફરાઝ ખાનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે.
સરફરાઝ ખાને કહ્યું કે ટીમની જાહેરાત બાદ હું એકલો થઈ ગયો હતો અને ખુબ રડ્યો હતો. કારણ કે કહેવા છતાં મારી પસંદગી થઈ નહતી. તેમણે જણાવ્યું કે મુંબઈની હોટલમાં પણ ચેતન શર્મા સાથે તેની મુલાકાત થઈ હતી. આ દરમિયાન પણ ચેતન શર્માએ તેને કહ્યું હતું કે નિરાશ ન થા. તને પણ તક મળશે.
સરફરાઝ ખાને કહ્યું કે ચેતન શર્મા સાથે થયેલી આ મુલાકાત બાદ પણ તેણે શાનદાર રમત રમી પરંતુ આમ છતાં તક મળી નહીં. સરફરાઝ ખાને 36 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 80.47 ની સરેરાશથી 3380 રન કર્યા છે.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે