PSL 2021 સ્થગિત, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કોરોના પોઝિટિવ આવતા લેવાયો નિર્ણય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી એકવાર પાકિસ્તાન સુપર લીગનું આયોજન કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. બાબો સિક્યોર વાતાવરણમાં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં પણ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ આવતા લીગને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના મહામારી (PCB) નો માર અત્યાર સુધી ખતમ થયો નથી. આ જીવલેણ વાયરસથી લોકો બચાવ કર્યા બાદ કોઈ આયોજન પર ધ્યાન આપી રહ્યાં છે. પાકિસ્તાને કોરોના કાળમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) નું આયોજન કર્યું અને તેનાથી ઘણા ખેલાડીઓ મુશ્કેલમાં મુકાયા છે. ભારતમાં ઈન્ડિનય પ્રીમિયર લીગ જોઈને શરૂ કરવામાં આવેલી પાકિસ્તાન સુપર લીગ ટૂર્નામેન્ટને કોરોનાને કારણે અધવચ્ચે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુરૂવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી કે કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે ટૂર્નામેન્ટની છઠ્ઠી સીઝનને તત્કાલ રોકવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટના આયોજન પર વાત કરતા કહેવામાં આવ્યું, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના માલિકોની સાથે બેઠક કર્યા બાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને તેની સાથે જોડાયેલા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તત્કાલ પીએસએલની છઠ્ઠી સીઝન સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'
બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે, ટૂર્નામેન્ટ રમનાર બધી ટીમોના ખેલાડીઓ માટે સુરક્ષિત પેસેજનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. બધા માટે નિયમિત સમયે કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય વેક્સિન અને કોરોના સંક્રમિત લોકો માટે આઇસોલેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગુરૂવારે સવારે ટૂર્નામેન્ટના આયોજક તરફથી પુષ્ટિ કરવામાં આવી કે બે અલગ ટીમોના વધુ ત્રણ ખેલાડીઓ સંક્રમિત થયા છે. જેમાં ઈંગ્લેન્ડનો ખેલાડી ટોમ બેન્ટન પણ સંક્રમિત થયો છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે