Pakistan Cricket Team એ વર્ષ 2021માં T20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને તમામને ચોંકાવ્યા
ચાલું વર્ષે T20 ક્રિકેટમાં કોઈપણ ટીમની આ સૌથી વધુ જીત છે. આ દરમિયાન પાકિસ્તાને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. એક કેલેન્ડર વર્ષમાં 18 T-20 મેચ જીતનારી પાકિસ્તાન પ્રથમ ટીમ બની છે. આ પહેલા પાકિસ્તાને વર્ષ 2018માં કુલ 17 T20 મેચ જીતી હતી.
Trending Photos
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને તમામને ચોંકાવી દીધા છે. સોમવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T-20 મેચ 63 રને જીત્યા બાદ પાકિસ્તાને એક વર્ષમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ 18 રનથી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે 2021માં પાકિસ્તાનની આ 18મી T20 જીત છે.
T20 ઇન્ટરનેશનલમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
ચાલું વર્ષે T20 ક્રિકેટમાં કોઈપણ ટીમની આ સૌથી વધુ જીત છે. આ દરમિયાન પાકિસ્તાને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. એક કેલેન્ડર વર્ષમાં 18 T-20 મેચ જીતનારી પાકિસ્તાન પ્રથમ ટીમ બની છે. આ પહેલા પાકિસ્તાને વર્ષ 2018માં કુલ 17 T20 મેચ જીતી હતી.
Another feat for an OUTSTANDING team:
Pakistan have beaten their own record (17 wins) set in 2018! 👏👏👏#HumTouKhelainGey pic.twitter.com/29aJpUivxl
— Pakistan Cricket (@TheRealPCB) December 13, 2021
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું મોટું પરાક્રમ
પાકિસ્તાને પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 63 રને હરાવ્યું હતું. આ પહેલા કરાચી નેશનલ સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ પાકિસ્તાને 6 વિકેટે 200 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આપેલા 201 રનના ટાર્ગેટનો પીછો કરતા વિન્ડીઝની ટીમ 19 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે ઓપનર શાઈ હોપે સૌથી વધુ 31 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયરે 4 વિકેટ લીધી હતી.
પાકિસ્તાનના બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન
વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનની મોટી જીતમાં ઓપનર મોહમ્મદ રિઝવાન, હૈદર અલી, ઝડપી બોલર મોહમ્મદ વસીમ જુનિયર અને શાદાબ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 52 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 78 અને હૈદર અલીએ 39 બોલમાં છ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 68 રન બનાવ્યા હતા. અંતે મોહમ્મદ નવાઝે 10 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ 30 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમિયો શેફર્ડને બે સફળતા મળી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે