વિશ્વ કપમાં જે કામ આ નાની ટીમોએ કર્યું, તે ન કરી શકી કોહલીની ટીમ
ઈંગ્લેન્ડ સામે થયેલા પરાજય બાદ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યાં છે. વિશ્વ કપ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા ક્યારેય 300થી વધુનો લક્ષ્ય હાસિલ કરી શકી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 38મી મેચમાં ઈંગ્લેન્ડ સામે થયેલા પરાજય બાદ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યાં છે. આ મેચમાં ભારત જે લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું, તે અત્યાર સુધીના વિશ્વ કપ ઈતિહાસમાં હાસિલ થયો નથી. તો ભારત વિશ્વ કપમાં ક્યારેય 300થી વધુનો લક્ષ્ય હાસિલ કરી શક્યું નથી.
એજબેસ્ટનમાં 30 જૂને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 337 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોય (66) અને જોની બેયરસ્ટો (111)એ ધમાકેદાર શરૂઆત આપી હતી. 22 ઓવરમાં યજમાન ટીમે વિના વિકેટે 160 રન બનાવી લીધા હતા. એક સમયે લાગી રહ્યું હતું કે યજમાન ટીમ 400નો આંકડો પાર કરી લેશે. પરંતુ વચ્ચેની ઓવરોમાં રન ગતિ ધીમી પડી ગઈ, પરંતુ ઈંગ્લેન્ડે ભારતને એવો ટાર્ગેટ આપ્યો જે અત્યાર સુધી અચીવ થયો નથી.
વિશ્વ કપમાં સૌથી મોટો ટાર્ગેટ આયર્લેન્ડે હાસિલ કર્યો છે
અત્યાર સુધી વિશ્વ કપમાં સૌથી મોટો લક્ષ્ય આયર્લેન્ડે હાસિલ કર્યો છે. 2011ના વિશ્વ કપમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 328 રનનો સફળતાપૂર્વક પીછો કરતા જીત હાસિલ કરી હતી. બાંગ્લાદેશે 2019મા વેસ્ટ ઈન્ડિઝ અને 2015મા સ્કોટલેન્ડ વિરુદ્ધ ક્રમશઃ 322 અને 319 રનના લક્ષ્યનો પીછો કરતા જીત મેળવી હતી. શ્રીલંકાએ 1992 વિશ્વ કપમાં શ્રીલંકા વિરુદ્ધ 313 રનનો જ્યારે 2015મા ઈંગ્લેન્ડના 310 રનના મોટા લક્ષ્યને હાસિલ કરવામાં શ્રીલંકાની ટીમ સફળ રહી હતી.
300 પ્લસના લક્ષ્યને હાસિલ કરી શક્યું નથી ભારત
ભારત વિશ્વ કપમાં 300થી ઉપરના લક્ષ્યને હજુ સુધી હાસિલ કરી શક્યું નથી. 2015 વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 288 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો, જે સર્વશ્રેષ્ઠ છે. 2011મા બીજીવખત વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ સર્વાધિક 275 રનનો લક્ષ્ય હાસિલ કર્યો હતો. 2003મા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન વિરુદ્ધ 274 રનનો ટાર્ગેટ અચીવ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે