ક્રિકેટમાં SC/ST અનામત પર ભડક્યો મોહમ્મદ કેફ, મીડિયા પર કર્યા સવાલ

આ આર્ટિકલ પર મોહમ્મદ કેફે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને મીડિયાને આડે હાથ લીધું છે. 

ક્રિકેટમાં  SC/ST અનામત પર ભડક્યો મોહમ્મદ કેફ, મીડિયા પર કર્યા સવાલ

નવી દિલ્હીઃ ક્રિકેટર મોહમ્મદ કેફ મેદાન પર પોતાના શાનદાર ખેલની સાથે સાથે પોતાના બેબાક જવાબો માટે જાણીતો છે. અંતિ મેચ રમ્યાના બાર વર્ષ બાદ ક્રિકેટમાંથી નિવૃતી લેનાર કેફ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ગૌતમ ગંભીરની જેમ કેફ સોશિયલ મીડિયા પર પોતાનું મંતવ્ય ડર્યા વગર રજૂ કરે છે. આ કારણે તેણે ઘણીવાર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. હવે હાલમાં એક વેબસાઇટમાં છાપેલી સ્ટોરીથી મોહમ્મદ કેફ એટલો નારાજ થયો અને તેમણે મીડિયા અને પત્રકારો પર જ સવાલ ઉઠાવી દીધા. કેફ જ નહીં આકાશ ચોપડાએ પણ આર્ટિકલની ટિક્કા કરી છે. 

મહત્વનું છે કે, એક વેબસાઇટે ભારતીય ક્રિકેટરોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લઈને એક આર્ટિકલ છાપ્યો હતો. આ આર્ટિકલની મોહમ્મદ કેફ અને આકાશ ચોપડાએ આલોચના કરી છે. ઉલ્લેખનીય છે કે આર્ટિકલમાં ક્રિકેટરોમાં ક્રિકેટરોની જાતિને લઈને વાત કરવામાં આવી છે. આર્ટિકલ પ્રમાણે ટેસ્ટ સ્ટેટસ હાસિલ કર્યાના 86 વર્ષમાં ભારતીય ક્રિકેટમાં 290 ખેલાડીઓમાંથી માત્ર ચાર ખેલાડીઓ જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે. 

આ આર્ટિકલ પર મોહમ્મદ કેફે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કેફે મીડિયાને આડે હાથ લેતા ટ્વીટ કર્યું- કેટલાક પ્રાઇમ ટાઇમ જર્નાલિસ્ટ એસસી કે એસટી છે. તમારી સંસ્થામાં કેટલા સીનિયર એડિટર એસસી કે એસટી છે. માત્ર રમત જ એક એવું ક્ષેત્ર છે, જ્યાં જાતિના તમામ બેરિયરને સફળતાપૂર્વક તોડવામાં આવ્યા છે. ખેલાડી એકતાની સાથે રમે છે પરંતુ અમારા પત્રકારો નફરત ફેલાવી રહ્યાં છે. 

— Mohammad Kaif (@MohammadKaif) July 29, 2018

મોહમ્મદ કેફની સાથે-સાથે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ પણ આર્ટિકલની ટિકા કરી છે. આ આર્ટિકલની ટિકા કરતા લખ્યું- 21મી સદીનું પત્રકારત્વ શાબાશ.. ખોટુ શું? જ્યારે તમે આ કરી રહ્યાં છો તો તે પણ ગણી લો કેટલા ધર્મના ખેલાડી છે. તમે મોટા થઈ જશો. 

— Aakash Chopra (@cricketaakash) July 29, 2018

ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાં જાતિ-ધર્મને લઈને સવાલ ઉઠવાનો આ પ્રથમ મામલો નથી. ગત વર્ષે ઓક્ટોબરમાં આઈપીએસ સંજીવ ભટ્ટે ક્રિકેટરોના ધર્મને લઈને એક ટ્વીટ કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news