ગાંગુલી મામલામાં લોકપાલે કહ્યું, બંન્ને પક્ષો લેખિતમાં દલીલ આપે
બીસીસીઆઈ લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) ડીકે જૈને સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવ મામલામાં પૂર્વ કેપ્ટન અને ત્રણેય ફરિયાદીને લેખિત દલીલ આપવા કહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈ લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) ડીકે જૈને સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવ મામલામાં પૂર્વ કેપ્ટન અને ત્રણેય ફરિયાદીને લેખિત દલીલ આપવા કહ્યું છે. બંગાળના ત્રણ ક્રિકેટ પ્રશંસકો ભાસ્વતી શાંતુઆ, અભિજીત મુખર્જી અને રંજીત સીલે આરોપ લગાવ્યો હતો કે ગાંગુલીનું બંગાળ ક્રિકેટ સંઘ (CAB) અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના સલાહકારની ભૂમિકા સીધી રીતે હિતોના ટકરાવનો મામલો છે.
લોકપાલે લગભગ સાડા ત્રણ કલાક સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બિશ્વનાથ ચેટર્જી અને ફરિયાદરત્તા સંજીત સીલ સિવાય ગાંગુલીની પણ દલીલો સાંભળી હતી. ન્યાયમૂર્તિ જૈને બેઠક બાદ કહ્યું, મેં બંન્ને પક્ષો અને બીસીસીઆઈની દલીલોને સાંભળી અને ઝડપથી મારો આદેશ પસાર કરીશ. પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે સુનાવણી સમાપ્ત થઈ ગઈ છે, બંન્ને પક્ષો હવે નિર્ણય સંભળાવ્યા પહેલા લેખિત દલીલ આપી શકે છે.
ગાંગુલીએ બેઠક પરિસરમાંથી બહાર નિકળ્યા બાદ બેઠક સારી રહી. મહત્વનું છે કે, આજે ફિરોઝશાહ કોટલામાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો રમાવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે