ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ જાહેર, મલિંગા કેપ્ટન
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે, તે ઘણી મજબૂત જોવા મળી રહી છે. આ ટીમમાં યુવા અને સીનિયર ખેલાડીઓનું મિશ્રણ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સિરીઝ બાદ ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. આ સિરીઝની પ્રથમ મેચ એક સપ્ટેમ્બરે રમાશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી આ ટી20 સિરીઝ માટે શ્રીલંકાએ પોતાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કમાન હાલમાં વનડે ક્રિકેટને અલવિદા કહેનાર લસિથ મલિંગાને સોંપવામાં આવી છે. મલિંગાએ થોડા દિવસપહેલા વનડે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેણે ટી20 ક્રિકેટમાથી નિવૃતી લીધી નથી. ટી20 ટીમમાં અવિષ્કા ફર્નાન્ડોને જગ્યા આપવામાં આવી છે, જેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાની ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. આવિષ્કાએ વિશ્વકપની ચાર મેચમાં 203 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે, તે ઘણી મજબૂત જોવા મળી રહી છે. આ ટીમમાં યુવા અને સીનિયર ખેલાડીઓનું મિશ્રણ છે. ટીમમાં બેટિંગની જવાબદારી કુસલ મેન્ડિગ અને કુસલ પરેરા પર હશે. તો શ્રીલંકા માટે 2016મા છેલ્લી ટી20 મેચ રમનાર સેહાન જયસૂર્યાને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આ સિવાય ધનુષા ગુણાથિલાકા અને નિરોશન ડિકવેલાને પાસે પણ ટીમને મોટી આશા હશે.
ટી20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમની બોલિંગ સારી લાગી રહી છે. ટીમમાં લસિથ મલિંગા સિવાય ઇસુરૂ ઉડાના, કુસન રજીથા અને લાહિરૂ કુમારા જેવા બોલર છે. સ્પિનની જવાબદારી અકીલા ધનંજય અને લક્ષણ શંદાકનના હાથમાં હશે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
લસિથ મલિંગા (કેપ્ટન), નિરોશન ડિકવેલા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ પરેરા, ધનુષા ગુણાથિલાકા, કુસલ મેન્ડિસ, સેહાન જયસૂર્યા, દસુન શનાકા, વાનિંદુ હસારંગા, અકીલા ધનંજય, લક્ષણ સંદાકન, ઇસુરૂ ઉડાના, કસુન રજીથા, લાહિરૂ કુમારા, લાહિરૂ મધુશનાકા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે