IPL 2022: કેએલ રાહુલ હશે લખનઉનો કેપ્ટન, ફ્રેન્ચાઇઝીએ અન્ય બે ખેલાડીને પણ કર્યા સામેલ

આઈપીએલ 2022ની મેગા હરાજીની ફ્રેન્ચાઇઝીની સાથે ફેન્સ પણ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. મેગા હરાજી પહેલા બે નવી ટીમ અમદાવાદ અને લખનઉ ફ્રેન્ચાઇઝીએ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓનું લિસ્ટ સોંપવાનું છે. 
 

IPL 2022: કેએલ રાહુલ હશે લખનઉનો કેપ્ટન, ફ્રેન્ચાઇઝીએ અન્ય બે ખેલાડીને પણ કર્યા સામેલ

નવી દિલ્હીઃ આઈપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા અમદાવાદે પોતાના ત્રણ ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. તો લખનઉ આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ આગામી સીઝન માટે કેએલ રાહુલ સહિત ત્રણ ખેલાડીઓની પસંદગી કરી છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોયનિસ અને અનકેપ્ડ ભારતીય લેગ સ્પિનર રવિ બિશ્નોઈનું નામ સામેલ છે. 

ઈએસપીએનક્રિકઇન્ફો પ્રમાણે લખનઉ ફ્રેન્ચાઇઝી 60 કરોડ રૂપિયાના પર્સની સાથે ફેબ્રુઆરીમાં હરાજીમાં જશે. ટીમે રાહુલને 15 કરોડ, માર્કસ સ્ટોયનિસને 11 કરોડ અને બિશ્નોઈને 4 કરોડ રૂપિયા આપી પોતાની સાથે સામેલ કર્યા છે. 

કેએલ રાહુલ બનશે ટીમનો કેપ્ટન
29 વર્ષીય રાહુલ લખનઉ દ્વારા પસંદ કરાયેલ પ્રથમ ખેલાડી છે. તે ટીમની કમાન પણ સંભાળશે. ઓક્ટોબરમાં સંજીવ ગોયનકાના આરપી ગ્રુપે 7 હજાર 90 કરોડ રૂપિયામાં લખનઉની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. 2018થી રાહુલ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા બેટરોમાંથી એક રહ્યો છે. છેલ્લી બે સીઝનમાં તેણે પંજાબની કમાન સંભાળી હતી. પરંતુ 2021ની સીઝન બાદ પંજાબે તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. 

It is also believed that KL Rahul will captain the team ⤵ #IPL2022

— ESPNcricinfo (@ESPNcricinfo) January 18, 2022

રાહુલને વર્ષ 2014માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે એક કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ તે વર્ષ 2016માં આરસીબી માટે રમ્યો અને 2018માં પંજાબે 11 કરોડ આપીને રાહુલને ટીમમાં સામેલ કર્યો હતો. પંજાબ તરફથી રમતા રાહુલે 56.62ની એવરેજથી 2548 રન બનાવ્યા છે. આ દરમિયાન 25 અડધી સદી અને બે સદી ફટકારી છે. રાહુલે આઈપીએલની છેલ્લી ચાર સીઝનમાં ક્રમશઃ 659, 593, 670 અને 624 રન બનાવ્યા છે. 

સ્ટોયનિસ માટે લખનઉ તેની ચોથી આઈપીએલ ફ્રેન્ચાઇઝી હશે. તેણે 2015માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) ની સાથે શરૂઆત કરી હતી, જ્યાં તેણે 2020માં 4.8 કરોડ રૂપિામાં વાપસી કરી હતી. કેપિટલ્સ માટે કાંગારૂ ઓલરાઉન્ડરે 27 મેચોમાં 142.71ની સ્ટ્રાઇક રેટથી 441 રન બનાવ્યા અને 15 વિકેટ લીધી છે. 

રવિ બિશ્નોઈને મળી બીજી આઈપીએલ ટીમ
રવિ બિશ્નોઈએ વર્ષ 2020માં સાઉથ આફ્રિકામાં રમાયેલા અન્ડર-19 વિશ્વકપમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તે ટૂર્નામેન્ટમાં બિશ્નોઈ સર્વાધિક વિકેટ લેનાર બોલર હતો. ત્યારબાદ આઈપીએલ હરાજીમાં પંજાબ કિંગ્સે તેને મોટી રકમ આપી પોતાની સાથે સામેલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news