IPL 2021: 14 વર્ષમાં જે ન થઈ શક્યું, Harshal Patel એ માત્ર 6 મેચમાં બનાવી દીધો રેકોર્ડ

IPL 2021: RCB ના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel) આ વર્ષે કમાલના ફોર્મમાં છે. તેણે પ્રથમ છ મેચમાં માત્ર 17 વિકેટ હાસિલ કરી લીધી છે. 
 

IPL 2021: 14 વર્ષમાં જે ન થઈ શક્યું, Harshal Patel એ માત્ર 6 મેચમાં બનાવી દીધો રેકોર્ડ

નવી દિલ્હીઃ આઈપીએલ 2021  (IPL 2021) ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સ (RCB vs DC) ને રોમાંચક મુકાબલામાં એક રને પરાજય આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ગજબની બોલિંગ કરી રહેલા હર્ષલ પટેલે (Harshal Patel) આ મેચમાં બે વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

14 વર્ષમાં પ્રથમવાર આવુ બન્યું
આરસીબી માટે આ સીઝનમાં સૌથી મોટો સ્ટાર સાબિત થઈ રહેલ હર્ષલ પટેલે (Harshal Patel) એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ આઈપીએલ સીઝનમાં હર્ષલના નામે 6 મેચમાં 17 વિકેટ થઈ ગઈ છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ છ મેચમાં આટલી વિકેટ અત્યાર સુધી કોઈ લઈ શક્યું નથી. 

હર્ષલ પહેલા લસિથ મલિંગા, જેમ્સ ફોક્નર અને કગિસો રબાડા એક સીઝનની પ્રથમ મેચમાં 6 મેચમાં 16 વિકેટ ઝડપી ચુક્યા છે. પરંતુ આજ સુધી કોઈ બોલરે પ્રથમ છ મેચમાં 17 વિકેટ લીધી નથી. એટલું જ નહીં આઈપીએલ 2021ની શરૂઆતથી આ સીઝનની પર્પલ કેપ પણ હર્ષલ પાસે છે. 

દિલ્હીથી નિકળતા ભાગ્ય બદલાયુ
દિલ્હી કેપિટલ્સે હર્ષલ પટેલને 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ આ વર્ષે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા આરસીબીએ તેને ટ્રેડ કરી પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. આરસીબીમાં આવતા હર્ષલનું પ્રદર્શન કમાલનું રહ્યુ છે. 

શાનદાર ફોર્મમાં છે આરસીબી
આરસીબી આ વખતે દમદાર ફોર્મમાં છે. આ વર્ષે આરસીબીએ કુલ છ મેચ રમી છે, જેમાં 5 જીત હાસિલ કરી છે. આરસીબી 10 પોઈન્ટ સાથે ટેબલ ટોપર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news