IPL 2020: CSK અને MIના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક
Trending Photos
શારજાહ: આજે આઇપીએલ 2020 (IPL 2020)ની 41મી મેચમાં 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાલની આઇપીએલ વિનર મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટ્કકર થશે. આજની મેચમાં 2 અંક હાંસલ કરનાર રોહિત શર્માની ટીમ પ્લેઓપમાં સ્થાન પાક્કુ કરવાની ખુબજ નજીક પહોંચી જશે જ્યારે એમએસ ધોનીની ચેન્નાઈ અત્યાર સુધીની ખરાબ સીઝનનો અંત સારી રીતે કરવા ઇચ્છશે જેમની પાસે હજી પણ એક તક છે.
ચેન્નાઈ સુપરકિંગ્સ
ચેન્નાઈ સુપરકિંગ્સનું ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં અભિયાન ખરાબ થી વધુ ખરાબ થઇ રહ્યું છે અને આજ રમાતી મેચમાં વર્તમાન મુંબઇ ઇન્ડિયન્સની સામે આશા છે કે, તેઓ તેમના કેટલાક યુવા ખેલાડિઓને આજમાવશે.
જો કે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સની સામે મળી રહેલી હાર બાદ સ્વીકાર કર્યો કે સીઝન તેમના માટે ખતમ થઇ ગઇ છે પરંતુ ટીમ જો તેમની બાકી ચાર મેચ જીતી લે તો પણ તેઓ 14 એંક હાંસલ કરી શકે છે જેનાથી તેમણે પ્લે ઓફમાં જગ્યા બનાવવાની તક મળી શકે છે.
ચેન્નાઈ સુપરકિંગ્સ સંભવિત પ્લેઈન્ગ XI: સેમ કુરેન, ફોક ડુપ્લેસી, શેન વોટ્સન, અંબાતી રાયડૂ, એન જગદીશન, એમએસ ધોની, રવીન્દ્ર જગદીશ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પીયૂષ ચાવલા, જોશ હેજલવુડ
મુંબઇ ઇન્ડિયન્સ
મુંબઇ ઈન્ડિયન્સ સતત 5 મેચ જીત બાદ શાનદાર લયમાં હતું પરંતુ કિગ્સ ઇલેવન પંજાબે તેમની આ લયને તોડી દીધી અને રવિવારની રાતે 2 સુપર ઓવરમાં જીત મેળવી. 4 વખત આઇપીએલ ચેમ્પિયન શાનદાર ફોર્મમાં છે અને બોલિંગ આક્રમણમાં વેરિએશનથી ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન માટે મોટો પડકાર બની શકે છે જેમનો આત્મવિશ્વાસ પહેલાથી તુટેલો છે.
શારજાહા પર વિકેટને ધીમી હોવાનાથી વસ્તુઓ બદલાતી જોવા મળી રહી છે. સાથે જ મુંબઇ ઇન્ડિયન્સની લાઇનમાં ક્વિન્ટન ડિકોક સારા ફોર્મમાં છે જ્યારે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદાવ અને ઈશાન કિશને પણ સારુ પ્રદર્શન કર્યું છે.
મુંબઇ ઇન્ડિયન્સ સંભવિત પ્લેઇંગ XI: રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પાંડ્યા, ક્રુણાલ પંડ્યા, જેમ્સ પેટિનસન, રાહુલ ચહર, ટ્રેંડ વોલ્ટ, જસપ્રીત બુમરાહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે