India vs Pakistan: મેચમાં વરસાદનું વિઘ્ન, હવે રિઝર્વ ડેમાં રમાશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી મેચ આજના દિવસે રદ્દ કરી દેવામાં આવી છે. હવે મેચ રિઝર્વ-ડે 11 સપ્ટેમ્બરે મેચ રમાશે.
Trending Photos
કોલંબોઃ India vs Pakistan, Asia Cup 2023: એશિયા કપ સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે આજનો દિવસ રદ્દ કરવામાં આવ્યો છે. હવે આ મેચ રિઝર્વ ડેમાં રમાશે. જેમાં ભારતીય ટીમ 24.1 ઓવરથી આગળ રમવાનું શરૂ કરશે.
24.1 ઓવર બાદ વરસાદનું વિઘ્ન
ભારતીય ઈનિંગની 25મી ઓવર ચાલી રહી હતી ત્યારે મેચમાં વરસાદ આવ્યો હતો. ત્યારબાદ ખરાબ આઉટફીલ્ડને કારણે બીજીવાર રમત શરૂ થઈ શકી નહીં. જ્યારે વરસાદ આવ્યો ત્યારે કેએલ રાહુલ 28 બોલમાં 17 અને વિરાટ કોહલી 16 બોલમાં 8 રન બનાવી બેટિંગ કરી રહ્યાં હતા.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને બંને ઓપનરોએ આક્રમક શરૂઆત અપાવી હતી. શુભમન ગિલ શરૂઆતમાં ખુબ આક્રમક જણાતો હતો. ત્યારબાદ રોહિત શર્માએ પણ ફટકાબાજી શરૂ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી. રોહિત શાદાબ ખાનનો શિકાર બન્યો હતો. જ્યારે શુભમન ગિલ 52 બોલમાં 10 ચોગ્ગા સાથે 58 રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી શાદાબને એક અને શાહીન શાહ આફ્રિદીને એક વિકેટ મળી હતી.
On to the reserve day 🌧
India will resume their innings tomorrow as persistent rain has put a halt on proceedings 😯#AsiaCup2023 | #INDvPAK | 📝: https://t.co/01BrLxunr3 pic.twitter.com/sDwzdRGtuC
— ICC (@ICC) September 10, 2023
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે