ASIA CUP 2018: સટ્ટા બજાર મુજબ આ ટીમની થશે જીત, જાણો કોનો કેટલો ભાવ
એશિયા કપ 2018ની ફાઇનલ આજે સાંજે 5 વાગ્યે દુબઇ સ્ટેડિયમમાં શરૂ થશે, ઉલટફેરમાં માહિર બાંગ્લાદેશ પર તમામની રહેશે નજર
Trending Photos
નવી દિલ્હી: એશિયા કપ 2018ની ફાઇનલ આજે સાંજે 5 વાગ્યે દુબઇ સ્ટેડિયમમાં શરૂ થશે, ઉલટફેરમાં માહિર બાંગ્લાદેશ પર તમામની નજર રહેશે. ખરેખરતો બાંગ્લાદેશની ટીમ એશિયા કપમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોચ્યું છે. એવામાં ભારત સામે જીત મેળવવી પણ એક પડકાર સાબિક થશે. જ્યારે બીજી બાજુ ક્રિકેટના સટ્ટાખોરોએ તેમનો દાવ પણ શરૂ કરી દીધો છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે યોજાવનારી ફાઇનલમાં સટ્ટા બજરમાં કઇ ટીમ ફેવરીટ છે. તેના પરથી ભાવ નક્કી કરવામાં આવે છે. આજે સાંજે રમાવનારી મેચના પણ ભાવ સટ્ટા બજારમાં નક્કી કરી દેવમાં આવ્યા છે. જ્યારે એ વાત પણ નક્કી થઇ ગઇ છે, કે કઇ ટીમ ફાઇનલ જીતશે.
સટ્ટ બજારમાં ફેવરેટ કોણ?
સટ્ટા બજારની નજરે એશિયા કપ ભારતીય ટીમ જીતશે. સટ્ટા બજારમાં ભારતનો ભાવ બાંગ્લાદેશના ભાવ કરતા ખુબજ ઓછો આપવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો 1.20 રૂપિયા ભાવ છે. જ્યારે બાંગ્લાદેશનો ભાવ 5.80 રૂપિયા છે. જેનો મતલબ એવો થાય છે, કે ભારત પર તમે એક રૂપિયો લગાવ્યો અને જો ભારતની જીત થશે તો તમને 1.20 રૂપિયા મળશે, પણ જો તમે બાંગ્લાદેશ પર 1 રૂપિયો લગાવ્યો અને જો બાંગ્લાદેશની ટીમ જીતે તો તમને 5.80 રૂપિયા મળશે. સટ્ટા બજારમાં ઓછા ભાવ વાળી ટીમને જ ફેવરીટ માનવામાં આવે છે.
ફાઇનલ મેચ પર લાગ્યો 2500 કરોડનો સટ્ટો
મળતી માહિતી મુજબ, ભારત અને બાંગ્લાદેશના ભાવ મેચ શરૂ થયાના પહેલાથી જ લાગી ગયા છે. અહિં બંન્ને ટીમો પર ઉભા ભાવ લાગ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સટ્ટ્ બજારમાં આત્યાર સુધીમાં 2500 કરોડનો દાલ લાગી ગયો છે, જ્યારે આ આંકડો આંતરરાષ્ટ્રીય બજાર કેટલોય વધારે હોઇ શકે છે.
જેના પર ઓછો ભાવ તેની જીત નક્કી
સટ્ટા બજારમાં એશિયા કપના ફાઇનલમાં ભારત ફેવરેટ દેખાઇ રહી છે, કારણ કે, અહિં જે ટીમના ભાવ ઓછા હોય તે ટીમની જીત મુખ્યત્વે નક્કી જ હોય છે. જ્યારે ચાલુ મેચમાં કેટલીક વાર ભાવમાં વધ-ઘટ દેખાતી હોય છે. જ્યારે મોટા ભાગના સટ્ટોડિયાઓ સેશન પ્રમાણે ભાવ નક્કી કરતા હોય છે. જ્યારે હાર જીતનો ભાવ એ જ રહે છે. જે પહેલાથી નક્કી કરવામાં આવ્યો હોય.
સટ્ટા બજારમાં નબળુ બાંગ્લાદેશ
Betfair.com અનુસાર એશિયા કપના ફાઇનલમાં બાંગ્લાદેશ દ્વારા ભલે સારૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય, પરંતુ સટ્ટા બજારની નજરે તો બાંગ્લાદેશને નબળુ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે, કે મેચ શરૂ થતાની સાથે જ ભાવમાં વધ-ઘટ જોવા મળશે. અત્યારના ભાવ મુજબ બાંગ્લાદેશનો ભાવ 5.8 રૂપિયા છે, જેનો મતલબ એ થાય છે, કે બાંગ્લાદેશ ફાઇનલ મેચમાં જીતવામાં સફ રહે તો 1 રૂપિયો લગાવનારને 5.8 રૂપિયા મળશે, જ્યારે ભારત જો ફાઇનલ મેચ જીતશે તો 1 રૂપિયો લગાવનારને 1.20 રૂપિયા જેટલો ભાવ મળશે. જ્યારે સટ્ટાબજાર આ ભાવમાં ઓછા પણ કરી શકે છે.
રોહિત શર્મા કરી શકે છે, સૌથી વધારે રન
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી મેચમાં કોણ ટોપ સ્કોર બનાવશે તેનું પણ સટ્ટા બજાર અનુમામ લગાવી લે છે. જ્યારે ભારતની ટીમમાં કેપ્ટન રોહિત શર્માને ફેવરેટ માનવામાં આવી રહ્યો છે. જેના બાદ ધવન બીજા ક્રમ પર સૌથી ફેવરેટ બેસ્ટમેન માનવામાં આવી રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશની ટીમમાં રહીમને સૌથી ફોવરીટ માનવામાં આવી રહ્યો છે. અનુમાન પ્રમાણે રોહિત શર્મા આ મેચમાં સૌથી વધારે રન કરશે અને મેન ઓફ ધ મેચ પણ બનશે. રોહિત પર 3 રૂપિયાનો ભાવ લગાવામાં આવી રહ્યો છે. જ્યારે શિખર ધવન પર 4 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. સૌથી વધારે બાવ કેદાર જાદવનો લગાવામાં આવી રહ્યો છે. જેને સટ્ટાબજારમાં સૌથી ઓછો ફેવરેટ માનવામાં આવી રહ્યો છે. તેના પર 6 રૂપિયાનો ભાવ બોલાઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે