Gururaj Poojary: ભારતને મળ્યો બીજો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત બાદ ગુરૂરાજે જીત્યો બ્રોન્ઝ

Gururaj Poojary: ભારતના ગુરૂરાજ પુજારીએ 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારત માટે આ એક દિવસમાં બીજો મેડલ છે.

Gururaj Poojary: ભારતને મળ્યો બીજો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત બાદ ગુરૂરાજે જીત્યો બ્રોન્ઝ

Gururaja Poojary: વેટલિફ્ટર ગુરૂરાજ પુજારીએ શાનદાર પ્રદર્શન કરી 61 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ 2022 માં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા સંકેત મહાદેવે વેટલિફ્ટિંગમાં 51 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરૂરાજ પુજારીએ કુલ 269 કિલો વજન ઉઠાવ્યું.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. ગુરૂરાજ પુજારીએ પુરૂષ વેટલિફ્ટિંગમાં 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. ગુરૂરાજ પુજારીએ સ્નેચમાં 118 નો સ્કોર કર્યો, ત્યારે ક્લીન એન્ડ ઝર્કમાં 158 નો સ્કોર બનાવ્યો. એટલે કે તેમણે કુલ 269 નો સ્કોર કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

29 વર્ષના ગુરૂરાજ પુજારીનો કોમનવેલ્થ ગેમ્સમાં આ બીજો મેડલ છે. 2018 ના ગોલ્ડકોસ્ટ ગેમ્સમાં પણ ગુરૂરાજે મેડલ પોતાના નામે કર્યો હતો, ત્યારે તેમણે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 2022

ગત વર્ષે ડિસેમ્બરમાં ગુરૂરાજે તાશંકદમાં થયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં 61 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે ચેમ્પિયનશિપમાં ગુરૂરાજે બે પ્રયાસોમાં કુલ 265 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. સિલ્વર મેડલ જીતવાની સાથે ગુરૂરાજએ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ક્વોલિફાયર કરી લીધું હતું.

સંકેતે જીત્યો સિલ્વર મેડલ
આ પહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022 માં સંકેત મહાદેવ સરગરે પુરૂષ વેટલિફ્ટિંગમાં 55 કિગ્રા વજન વગ્રમાં ભારતને સિલ્વર મેડલ જીતાડ્યો છે. સંકેત મહાદેવ સરગરે સ્નેચ અને ક્લીન એન્ડ ઝર્કને ભેગા કરી કુલ 248 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. જેમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news