'ભારતને 2021 T20 વિશ્વકપમાં નથી ધોનીની જરૂર, તેના વગર પણ ટીમ જીતી શકે છે ટાઇટલ'
ભારતીય ક્રિકેટ ચાહકોની સમગ્ર નજર એમએસ ધોની પર છે. ધોની 2019ની વિશ્વકપ ફાઇનલ બાદ મેદાન પર પરત ફર્યો નથી. ત્યારે ક્રિકેટ ફેન્સના મનમાં તેને લઈને સતત સવાલો ઉભા થતા રહે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા શું એમએસ ધોની (MS Dhoni) વગર 2021 ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) રમી શકે છે. તેના પર ભારતના પૂર્વ ખેલાડી અને કોમેન્ટ્રેટર આકાશ ચોપડાએ કહ્યુ કે, ભારતીય ક્રિકેટ ટીમ 2021 ટી20 વિશ્વકપમાં ધોનીના ખભે વિશ્વાસ કર્યા વગર પોતાના દમ પર આગળ વધી શકે છે. આકાશ ચોપડા જે પૂર્વ ભારતીય બેટ્સમેન છે અને વિભિન્ન પ્લેટફોર્મ પર પોતાનો અભિપ્રાય આપે છે અને હવે તે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક્સપર્ટ સલાહ આપતો રહે છે.
આકાશ ચોપડાને એક દર્શકે પૂછ્યુ કે શું ભારતીય ટીમ વર્ષ 2021 ટી20 વિશ્વકપમાં એમએસ ધોની વિના ઉતરી શકે છે. તેના જવાબમાં આકાશ ચોપડાએ પોતાની સહમતિ વ્યક્ત કરી અને કહ્યું કે, ભારતીય ટીમમાં એટલી ક્ષમતા છે કે તે 2021 ટી20 વિશ્વકપમાં ધોની વગર ઉતરી શકે છે. તેણે કહ્યું કે, આ વિશ્વકપ 2021ના અંતમાં રમાશે, જેમાં ધોનીને સામેલ કરવો એક સારો વિચાર હશે નહીં.
આકાશ ચોપડાએ કહ્યુ કે, ઈમાનદારીથી કહું તો મને તેમ લાગે ચે કે આપણે તેના વગર મેનેજ કરી શકીએ છીએ, કારણ કે આપણે 2021ની વાત કરીએ છીએ. પરંતુ તેણે કહ્યું કે, તેનું ટીમમાં રહેવું અનુભવ પ્રમાણે ખુબ સારૂ રહેશે, પરંતુ શું ધોની ત્યાં સુધી ક્રિકેટ રમવા ઈચ્છશે. આકાશ ચોપડા પ્રમામે ધોની ભારત માટે વધુ રમવા તૈયાર નથી. તેણે કહ્યું કે, 2021નો વિશ્વકપ ભારતમાં રમાશે અને તમે જરૂર ઈચ્છશો કે ધોની ટીમમાં રહે અને રમે, પરંતુ પહેલી વાત છે કે શું ધોની રમવા ઈચ્છે છે. હું એક તૂટેલા રેકોર્ડની જેમ કહેવા માગુ છું કે, તે હવે રમવા ઈચ્છતો નથી.
IPL 2020: રાજસ્થાન રોયલ્સને ઝટકો, ફીલ્ડિંગ કોચ થયા કોરોનાથી સંક્રમિત
આકાશ ચોપડાએ આગળ કહ્યું કે, તે રમવા માટે ઉપલબ્ધ હોય તો પણ તેમાં એક વર્ષનો સમય છે જ્યારે વિશ્વકપ રમાશે. આ કારણે તેના વગર મેનેજ કરવાની ટેવ પાડવી પડશે અને મને લાગે છે કે ત્યાં સુધી આપણે તેની આદત પડી જશે. આ કારણે મને લાગે છે કે તેની ગેરહાજરી વધુ મહત્વપૂર્ણ હશે નહીં, કારણ કે મને તેમ લાગતું નથી કે તે ટીમમાં હશે નહીં તો આપણે વિશ્વકપ નહીં જીતી શકીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે