જો વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ રદ્દ થાય તો કોણ પહોંચશે સેમીફાઈનલમાં ?
Champions Trophy : પાકિસ્તાનના રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર મેચ વરસાદના કારણે શરૂ થઈ શકી નથી. જો આ મેચ વરસાદના કારણે ડ્રો થાય છે તો સેમીફાઈનલનું સમીકરણ શું હશે, કઈ ટીમો સેમીફાઈનલમાં પહોંચશે તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સાતમી મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થવાની છે. પરંતુ રાવલપિંડીમાં વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી નથી. ગ્રુપ બીની આ મેચ સેમિફાઇનલની રેસ પર ઊંડી અસર કરી શકે છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને પોતપોતાની પ્રથમ મેચ જીતીને આવી રહ્યા છે અને આ મેચમાં જીત કોઈ એક ટીમને સેમીફાઈનલની ખૂબ નજીક લઈ જશે. પરંતુ ખરાબ હવામાનને કારણે મેચ ડ્રો થવાની શક્યતાઓ છે. તો આ લેખમાં જાણીશું કે જો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ ડ્રો રહી તો સેમી ફાઈનલનું સમીકરણ શું હશે?
જો મેચ ડ્રો થાય તો સેમીફાઇનલનું સમીકરણ
જો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ડ્રોમાં થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આ સાથે બે-બે મેચ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ત્રણ-ત્રણ પોઈન્ટ થઈ જશે. જો આ મેચમાં કોઈપણ ટીમ વિજયી બને છે તો સેમીફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. પરંતુ ડ્રોના કિસ્સામાં, ગ્રુપ બીમાં સેમિફાઇનલની રેસ ફાઇનલ મેચ સુધી ચાલુ રહી શકે છે.
ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન પોતપોતાની પ્રથમ મેચ હારી ચૂક્યા છે. જો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહે છે, તો ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાને આગામી બે મેચ જીતવી પડશે કારણ કે આમ કરવાથી તેમને 4 પોઈન્ટ મળશે. એક વાત ધ્યાને લેવા જેવી છે કે જો આજની મેચ ડ્રો રહેશે તો અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડમાંથી કોઈ એક ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે. કારણ કે તેમની મેચ રમવાની બાકી છે.
ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ ડ્રો થાય, જ્યારે ઈંગ્લેન્ડ અથવા અફઘાનિસ્તાન તેની આગામી બે મેચો જીતે છે, તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોમાંથી એક જે હાલમાં ટોપ-2માં છે તે બહાર થઈ શકે છે.
ગ્રુપ Aમાંથી ભારત અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં
ગ્રુપ Aની વાત કરીએ તો ભારત અને ન્યુઝીલેન્ડ પહેલા જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચુક્યા છે. બંને ટીમોના હાલમાં ચાર-ચાર પોઈન્ટ છે, બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ બે-બે મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ગ્રુપ Aમાં હજુ 2 મેચ રમવાની બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે