ICC Ranking: વિરાટ કોહલી સ્મિથને પછાડીને ફરી બન્યો ટેસ્ટમાં નંબર-1, શમીની ટોપ-10માં એન્ટ્રી
ICC રેન્કિંગમાં આ બદલાવના બે મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતા ડે નાઈટ મેચમાં 136 રનની શાનદાર ઈનિંગ રમી. બીજું એ કે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નહીં.
Trending Photos
દુબઇ: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સ્ટીવન સ્મિથને પછાડીને એકવાર ફરીથી ટેસ્ટ રેન્કિંગ (Test Ranking) માં નંબર વન બેટ્સમેનનો તાજ મેળવી લીધો છે. આઈસીસી (ICC) એ બુધવારે ટેસ્ટના નવા રેન્કિંગ બહાર પાડ્યા. વિરાટ કોહલી બેટ્સમેનની સૂચિમાં ફરીથી પહેલા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (Steven Smith) ને પછાડીને પહેલું સ્થાન મેળવ્યું છે. સ્મિથ હવે બીજા નંબરે સરકી ગયો છે. બોલરોમાં મોહમ્મદ શમીની ટોપ-10 બોલર્સમાં એન્ટ્રી થઈ ગઈ છે.
આઈસીસી રેન્કિંગમાં આ બદલાવના બે મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકાતા ડે નાઈટ મેચમાં 136 રનની શાનદાર ઈનિંગ રમી. બીજું એ કે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નહીં. તાજા રેન્કિંગમાં કોહલીના 928 અંક થઈ ગયા છે. સ્ટીવ સ્મિથ હવે કોહલથી પાંચ અંક પાછળ છે.
Indian Captain #ViratKohli regains number 1 spot in International Cricket Council (ICC) men's Test rankings. pic.twitter.com/xJH9h5sXVk
— ANI (@ANI) December 4, 2019
સ્ટીવ સ્મિથના પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડ ટેસ્ટ અગાઉ 931 અંક હતાં. તે આ ટેસ્ટ મેચમાં ફકત 36 રન બનાવી શક્યો. સિરીઝની પહેલી મેચમાં પણ તે ફક્ત ચાર રન બનાવી શક્યો હતો. આ જ કારણે સ્મિથને રેન્કિંગમાં 8 અંકનું નુકસાન થયું. જે વિરાટ કોહલીના નંબર વન બનવા માટે ખુબ મહત્વના સાબિત થયાં. સ્મિથના હવે 923 અંક છે.
ટોપ 10 બેટ્સમેનોમાં વિરાટ સિવાય અન્ય ભારતીય બેટ્સમેનોમાં અજિંક્ય રહાણેનું નામ છે . જો કે રહાણે 6 નંબર પર સરક ગયો છે. જ્યારે મયંક અગ્રવાલ ટોપ 10 બેટ્સમેનમાંથી બહાર થયો છે. પાકિસ્તાન વિરુદધ અણનમ 335 રન ફટકારનારા ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 12 સ્થાનની લાંબી છલાંગ લગાવીને પાંચમા નંબરે પહોંચ્યો છે. માર્નસ બેબુસચેગ્ને પહેલીવાર ટોપ 10માં સામેલ થયો છે અને આઠમા નંબરે પહોંચ્યો છે.
પાકિસ્તાનનો બાબર આઝમ બે સ્થાન ઉપર જઈને 13માં અને શાન મસૂદ 10 સ્થાન ઉપર જઈને કેરિયરના સર્વશ્રેષ્ઠ 47માં ક્રમે પહોંચ્યો છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારનારો ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ફરીથી ટોપ 10માં પાછો ફર્યો છે અને સાતમા નંબરે છે.
આ VIDEO પણ જુઓ...
બોલરોની સૂચિમાં મોહમ્મદ શમી (Mohammed Shami) ને એક સ્થાનનો ફાયદો થયો છે. ભારતીય પેસરે આ સાથે ટોપ 10માં એન્ટ્રી કરી લીધી છે. તે 771 અંક સાથે 10માં નંબરે છે. ભારતના અન્ય બોલરોમાં જસપ્રીત મુમરાહ પાંચમા, રવિચંદ્રન અશ્વિન નવમાં નંબરે છે. બાંગ્લાદેશ વિરુદ્ધ 12 વિકેટ લેઈને મને ઓફ ધ સિરીઝ બનનાર ઈશાંત શર્મા 17માં સ્થાને છે. ઉમેશ યાદવ હવે 20માં નંબરે પહોંચી ગયો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ 16માં સ્થાને સરકી ગયો છે.
ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 900 અંક સાથે પહેલા સ્થાને છે. પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડ ટેસ્ટમાં સાત વિકેટ લેનારો ઓસ્ટ્રેલિયાનો મિશેક સ્ટાર્ક ચાર સ્થાન ઉપર ચડીને 14માં નંબરે પહોંચ્યો છે. પાકિસ્તાનનો શાહીન અફ્રીદી 13 સ્થાનની છલાંગ લગાવીને 49માં સ્થાને પહોંચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના રખીમ કોર્નવાલ અફઘાનિસ્તાન વિરુદ્ધ 10 વિકેટ લઈને ટોપ 50માં પહોંચ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે