ભજ્જીએ જાડેજાને આપી સલાહ, જો વિશ્વકપમાં રમવું હોય તો કરવું પડશે આ કામ
હરભજન સિંહનું માનવું છે કે આંગળીના સ્પિનરોએ પ્રાસંગિક બન્યા રહેવા માટે સુધાર કરવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર કૌશલ્યને કારણે વિશ્વકપની ટીમમાં તેની પાસે સ્થાન મેળવવાની તક હશે. પરંતુ માત્ર આંગળીના સ્પિનર તરીકે તેને ટીમમાં રહેવા માટે સુધાર કરવો પડશે. કાંડાના સ્પિનરો કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ છેલ્લા 18 મહિનાથી નાના ફોર્મેટ (વનડે અને ટી20)માં ભારતના મુખ્ય સ્પિનર બની ગયા છે, જ્યારે જાડેજા અને અશ્વિન માટે ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ થઈ ગઈ છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં જાડેજાને અંતિમ ઇલેવનમાં તક ન મળી પરંતુ ભારત માટે 3 વિશ્વકપ ટૂર્નામેન્ટ રમનાર હરભજનનું માનવું છે કે, તે વિશ્વકપની ટીમમાં સ્થાન મેળવી શકે છે. હરભજને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, જો તમને યાદ હોય તો 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં બ્રિટનમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું હતું. તેથી આ વખતે તેવું વાતાવરણ હોય તો જાડેજાનો ઉપયોગ એક પેકેજ તરીકે કરી શકાય છે. જો વિરોધી ટીમમાં 5 કે છ જમણા હાથના બેટ્સમેન હોય તો તેને ટીમમાં રાખી શકાય છે. તે છઠ્ઠા ક્રમે બેટિંગ પણ કરી શકે છે. તે ટીમનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર પણ છે.
પોતાના જમાનામાં સૌથી શાનદાર ઓફ સ્પિનર ગણાતા હરભજન સિંહનું માનવું છે કે, રિસ્ટ સ્પિનરોના મુકાબલે આંગળીના સ્પિનરોના મ્યાનમાં ઓછા બાણ હોય છે. ટેસ્ટમાં 417 અને વનડેમાં 269 વિકેટ ઝડપનાર 38 વર્ષના આ બોલરે કહ્યું, તેને સમજવા સરળ છે, રિસ્ટ સ્પિનરોની પાસે 3 વિકલ્પ હોય છે. લેગ સ્પિન, ગુગલી અને ફ્લિપર. જો તમે ટોપ સ્પિનર છો તો તમારી પાસે ચાર વિકલ્પ હશે.
તેમણે કહ્યું, ઓફ સ્પિનરની વાત કરીએ તો તમારી પાસે બીજો વિકલ્પ નથી તો સારો બેટ્સમેન તમારી બોલિંગનો અંદાજ લગાવી લેશે અને મોટા શોટ રમી શકે છે. નાથન લાયન ક્લાસિકલ ઓફ સ્પિનર છે અને તે વનડેમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
આ બોલરે કહ્યું કે, વિશ્વભરના બેટ્સમેનોને સ્પિનની વિરુદ્ધ ખાસ કરીને રિસ્ટ સ્પિનરો વિરુદ્ધ પ્રદર્શનમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું, સ્પિનરનો હાથ જોઈને બોલનો અંદાજ લગાવવાનું ચલણ ઓછુ થઈ ગયું છે. ઘણા વિદેશી બેટ્સમેનો આમ કરી શકતા નથી. કુલદીપ અને ચહલે શાનદાર બોલિંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે