જાણો શા માટે ચર્ચામાં છે રોનાલ્ડોનું આ સ્ટેચ્યુ, છોકરીઓ માટે બન્યું સેલ્ફી પોઈન્ટ
ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કાસાંની પ્રતિમા આજકાલ ખૂબ જ ચર્ચામાં આવી છે, જેનું કારણે તેના બોડીનો એક ખાસ પાર્ટ છે, રોનાલ્ડોના સ્ટેચ્યુને જોતાંની સાથે જ લોકોની નજર હાઈલાઈટ થઈ રહેલા રોનાલ્ડોના આ વિશેષ બોડી પાર્ટ તરફ જતી રહે છે....
Trending Photos
ફિલિપિન્સઃ આજકાલ પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું તેના પોતાના જ શહેરમાં બનેલું એક સ્ટેચ્યુ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. ફુંચલમાં બનેલી રોનાલ્ડોની કાંસાની આ પ્રતિમાનું આકર્ષણનું કેન્દ્ર તેનો એક વિશેષ બોડી પાર્ટ છે. રોનાલ્ડોના સ્ટેચ્યુને જોતાંની સાથે જ લોકોની નજર હાઈલાઈટ થઈ રહેલા રોનાલ્ડોના આ વિશેષ બોડી પાર્ટ તરફ જતી રહે છે. આ પાર્ટને જોતાની સાથે જ લોકોના ચહેરા પર હાસ્યની લહેરો ફૂટી નિકળે છે.
રોનાલ્ડોની કાંસાની પ્રતિમાના આ વિશેષ બોડી પાર્ટ સાથે લોકો ચિત્ર-વિચિત્ર ફોટા ખેંચાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આજકાલ રોનાલ્ડોના આ પુતળા સાથે વિશેષ અંદાજમાં ફોટો ખેંચાવીને અપલોડ કરવાનું જાણે કે પૂર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મેડિરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનેલી રોનાલ્ડોની એક અન્ય પ્રતિમા પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. જે રીતે લોકો આ સ્ટેચ્યુને જોઈને પોતાનું હસવાનું રોકી શકતા નથી, એવી જ રીતે મેડિરામાં બનેલું સ્ટેચ્યુ પણ લોકોને હસાવામાં સફળ રહ્યું હતું.
This is really funny. Female tourists can't get their hands off Cristiano Ronaldo's golden bulge bronze statue at Funchal, Portugal. For some, that will be a perfect gift for the New year. Lol! pic.twitter.com/Kbx6INxZaF
— Emmanuel Chibuzo (@emmafeast5) January 5, 2019
પોર્ટુકલના ફુંચેલના એક સંગ્રહાલયમાં લગાવાયેલી રોનાલ્ડોની કાંસાની આ પ્રતિમાની કુલ લંબાઈ 11 ફૂટ છે, જેનું 2014માં અનાવરણ કરાયું હતું. આ પ્રતિમાનું જ્યારે નિર્માણ કરાયું ત્યારે પ્રવાસીઓનું તેના તરફ વધુ ધ્યાન ગયું ન હતું. જોકે, બદલાતા સમયની સાથે જ આ પ્રતિમાના અંદર પણ કંઈક ફેરફાર થયો અને હવે તે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ખાસ કરીને સ્માર્ટફોનનો જમાનો આવ્યા બાદ તો હવે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
સંગ્રહાલયમાં આ પ્રતિમાને એવા સ્થાને મુકવામાં આવી છે જ્યાં સૂર્યાના સીધા કિરણો તેના ઉપર પડે છે. સૂર્યના કિરણોને કારણે પ્રતિમાના એક વિશેષ ભાગમાંથી કાંસુ દૂર થઈ ગયું છે, જેના કારણે શરીરનો એક વિશેષ ભાગ આંખોમાં ઉડીને વળગી જાય છે. ક્રિસ્ટિયાનોની આ પ્રતિમાને મેડરિન કલાકાર રિકાર્ડો વેલોઝાએ બનાવી છે.
રસપ્રદ બાબત એ છે કે, જે કોઈ પ્રવાસી આ પ્રતિમાને જોવા આવે છે, તેનું ધ્યાન આપમેળે જ પ્રતિમાની કમરના નીચેના ભાગમાં જતું રહે છે અને પછી લોકો તેની પાસે ઊભા રહીને ફોટો ખેંચાવે છે.
સંગ્રહાલયની આ મૂર્તિ આજકાલ લોકો માટે આનંદ-પ્રમોદનું સાધન બની ગઈ છે. લોકો જેવા રોનાલ્ડોના સ્ટેચ્યુ તરફ જૂએ છે, તેમનું ધ્યાન વિશેષ રીતે ચમકતા શરીરના એક ખાસ ભાગ તરફ જતું રહે છે અને લોકો તેની સાથે સેલ્ફી લેવા માંડે છે કે પછી મિત્ર પાસે ફોટો ખેંચાવે છે.
રોનાલ્ડોના સ્ટેચ્યુના આ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ જોરદાર વાયરલ થઈ રહ્યા છે અને ટ્રેન્ડિંગ બની ગયા છે. લોકો કોમેન્ટમાં આ સ્ટેચ્યુ સાથે ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો વળી કોઈ આ સ્ટેચ્યુ ક્યાં આવેલું છે, તે જાણીને તેને જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે