આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી: ટીમ ઈન્ડિયામાં નહીં રમી શકે છે આ 2 ધાકડ ખેલાડી

Team India: આકાશ ચોપડાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જે ખેલાડીઓને સાઉથ આફ્રિકા સીરિઝમાં મોકો નથી મળ્યો, એવા ખેલાડીઓને આયરલેન્ડ પ્રવાસ દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવશે. દીપક હુડ્ડા અને વેંકટેશ અય્યરને સાઉથ આફ્રિકા સામે એક પણ મેચ રમવાનો અવસર મળ્યો નથી.

આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી: ટીમ ઈન્ડિયામાં નહીં રમી શકે છે આ 2 ધાકડ ખેલાડી

Team India: આયરલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને બે ટી20 મેચ રમવાની છે. એના માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. આ પ્રવાસ માટે ઘણા દિગ્ગજ પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પાંડ્યાના હાથમાં ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. હવે પૂર્વ ખેલાડી આકાશ ચોપડાએ એક મોટી ભવિષ્યવાણી કરી છે.

આકાશ ચોપડાએ આપ્યું નિવેદન
આકાશ ચોપડાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જે ખેલાડીઓને સાઉથ આફ્રિકા સીરિઝમાં મોકો નથી મળ્યો, એવા ખેલાડીઓને આયરલેન્ડ પ્રવાસ દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવશે. દીપક હુડ્ડા અને વેંકટેશ અય્યરને સાઉથ આફ્રિકા સામે એક પણ મેચ રમવાનો અવસર મળ્યો નથી. એવામાં આયરલેન્ડ પ્રવાસ પર સંજૂ સેમસન અને રાહુલ ત્રિપાઠીને બહાર બેસવું પડે તેમ છે. આ બન્ને ખેલાડી બેંચ પર નજરે પડી શકે છે.

આ ખેલાડીઓની વાપસી
સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસનની ટીમમાં વાપસી થઈ છે. સંજૂએ આઈપીએલ 2022માં કમાલનું પ્રદર્શન કર્યું છે. તેમણે આઈપીએલ 2022ની 17 મેચોમાં 458 રન બનાવ્યા. તેમની કેપ્ટનશિપમાં જ રાજસ્થાન રોયલ્સે પ્લેઓફ સુધીની સફર ખેડી હતી. આયરલેન્ડ પ્રવાસ પર પહેલાથી જ દિનેશ કાર્તિક અને ઈશાન કિશન વિકેટકીપરના રૂપમાં છે.

આ ખેલાડીને મળ્યું સ્થાન
આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પહેલી વાર રાહુલ ત્રિપાઠીને સામેલ કરવામાં આવ્યા. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા રાહુલ ત્રિપાઠીએ તમામના દિલ જીતી લીધા. તેમણે આઈપીએલ 2022ની 14 મેચોમાં 413 રન બનાવ્યા. તેમણે પોતાની ક્લાસિક બેટિંગથી હૈદરાબાદ ટીમને ઘણી મેચ જીતાડી.

હાર્દિક બન્યો કેપ્ટન
આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કમાન હાર્દિક પાંડ્યાને સોંપવામાં આવી છે. જ્યારે ભુવનેશ્વર કુમારને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિકની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2022નો એવોર્ડ જીત્યો. જ્યારે, ટીમમાંથી શ્રેયસ અય્યર અને ઋષભ પંત જેવા બેટ્સમેનોને આરામ આપવામાં આવ્યો છે. આયરલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 26 અને 28 જૂને ટી20 મેચ રમશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news