શ્રીલંકાને પરાજય આપ્યા બાદ પેનની નજર એશિઝ પર
શ્રીલંકાને 2 ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-0થી પરાજય આપ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટિમ પેનની નજર હવે પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ પર છે.
Trending Photos
કેનબરાઃ શ્રીલંકાને 2 ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-0થી પરાજય આપ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટીમ પેનની નજર હવે બહુપ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ પર ટકેલી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈનિંગથી પરાજય આપ્યો, જ્યારે કેનબરામાં યજમાન ટીમે 366 રનોથી જીત હાસિલ કરી હતી.
વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોએ પેનના હવાલાથી લખ્યું છે, હું છ મહિના પહેલા આ વિશે વિચારી રહ્યો હતો. હું તેના માટે જીવ લગાવી દઈશ કારણ કે, દરેક ઓસ્ટ્રેલિયન ખેલાડી ઈંગ્લેન્ડમાં રમાનારી એશિઝ સિરીઝની રાહ જોતા હોય છે. તેણે કહ્યું, બાળપણથી જ મેં તેનું સપનું જોયુ છે. મને નથી લાગતું કે હું ત્યા એક કેપ્ટન તરીકે જઈશ, પરંતુ મારા મગજમાં ક્યાંકને ક્યાંક તે ચાલી રહ્યું છે. હું ઈંગ્લેન્ડ પર નજર રાખી રહ્યો છું.
ઓસ્ટ્રેલિયાએ ભારતને ઓસ્ટ્રેલિયામાં જ ટેસ્ટ સિરીઝમાં પરાજય આપ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને પરાજય આપીને આત્મવિશ્વાસ પરત મેળવ્યો છે. તેના પર ટીમ પેને કહ્યું, ઈમાનદારીથી કહું તો જે રીતે અમે ભારત વિરુદ્ધ રમ્યા, તેનાથી હું ઘણો નિરાશ છું.
મને લાગે છે કે આ બંન્ને સિરીઝમાં જે અંતર રહ્યું તે અમારી બોલિંગનું એક યુનિટના રૂપમાં પ્રદર્શન કરવું છે. ભલે તે વિરાટ કોહલી હોય કે ચેતેશ્વર પૂજારા, તેણે પોતાના ધૈર્યથી અમને પરેશાન કર્યાં પરંતુ મને લાગે છે કે આ સિરીઝમાં અમે ફેરફાર કર્યો અને બોલિંગ પર ધ્યાન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે