શનિદેવનો પ્રકોપ ઝેલી રહ્યા હોવ તો આ મંદિરોમાં જઈને કરો દર્શન, સાડાસાતી, ઢૈય્યાથી મળશે મુક્તિ
Shani Mandir: શનિ દોષોથી મુક્તિ માટે ઉપાયોની સાથે સાથે તમે આ ખાસ મંદિરોની મુલાકાત પણ લઈ શકો છો. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં દર્શન માત્રથી શનિ દોષોમાંથી છૂટકારો મળી જાય છે.
Trending Photos
જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા દોષો વિશે જણાવવામાં આવ્યું છે જેના કુંડળીમાં હોવાથી વ્યક્તિએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાંથી એક શનિ દોષ છે જેના હોવાથી જીવન બરબાદ થઈ જાય છે. શનિની સાડા સાતી, ઢૈય્યા, અને શનિની મહાદશા લોકોના જીવનમાં કહેર મચાવી દે છે. આવામાં શનિદોષથી મુક્તિ મેળવવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. શનિ દોષોથી મુક્તિ માટે ઉપાયોની સાથે સાથે તમે આ ખાસ મંદિરોમાં દર્શન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં દર્શન માત્રથી શનિ દોષોથી છૂટકારો મળી જાય છે.
શનિ શિંગણાપુર
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શિંગણાપુર ગામમાં શનિ દેવનું શનિ શિંગણાપુર મંદિર આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવાથી શનિદેવની કૃપાથી તમામ શનિદોષથી મુક્તિ મળે તેવું માનવામાં આવે છે. અહીં કોઈ ણ ઘરમાં તાળા લાગતા નથી. શનિદેવની કૃપાથી અહીં દરેક ઘરની સુરક્ષા થાય છે.
શનિધામ મંદિર
દિલ્હીના છતરપુરમાં આવેલું શનિધામ મંદિર પણ ખુબ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં શનિવારના દિવસે ખુબ ભીડ હોય છે. તમે આ મંદિરમાં શનિદેવના દર્શન કરીને શનિદોષથી મુક્તિ મેળવી શકો છો.
શનિશ્ચરા મંદિર ગ્વાલિયર
શનિદેવનું પ્રસિદ્ધ મંદિર શનિશ્ચરા મંદિર ગ્વાલિયરમાં આવેલું છે. ધાર્મિક માન્યતાઓ મુજબ અહં શનિદેવનું પિંડ છે જેને હનુમાનજીએ લંકાથી ફેંક્યું હતું. આ મંદિરમાં દર્શન કરવાથી શનિદોષ દૂર થાય છે.
શનિ મંદિર
કર્ણાટકના ટુમકુર જિલ્લામાં શનિ મંદિર છે. આ મંદિરમાં દર્શન કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે. જે લોકો શનિદોષથી પીડાતા હોય તેમણે આ મંદિરમાં દર્શન કરવા જોઈએ. અહીં શનિદેવ કાગડા પર વિરાજમાન છે.
કોકિલાવન ધામ મંદિર
કોકિલાવન ધામ મંદિર ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલું છે. અહીં 7 શનિવાર સુધી શનિદેવને તેલ ચડાવવાથી શનિ સંબંધિત તમામ દોષ દૂર થાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે