Shani Vakri 2023: આજથી વક્રી શનિનું વધ્યું બળ, બળવાન શનિ આ રાશિઓ કરશે માલામાલ, મનની ઈચ્છાઓ થવા લાગશે પુરી
Shani Vakri 2023: 17 જૂન 2023 થી શનિ પોતાની રાશિ કુંભમાં વક્રી અવસ્થામાં છે. પરંતુ 29 ઓગસ્ટ 2023 થી વક્રી અવસ્થામાં શનિ બળવાન થયા છે. શનિનું બળ વધવાથી બાર રાશિના લોકો ઉપર પણ પ્રભાવ જોવા મળશે.
Trending Photos
Shani Vakri 2023: વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ વ્યક્તિના જીવનમાં આયુષ્ય, શ્રમ, દુ:ખ, રોગ, પીડા, વિજ્ઞાન વગેરેના કારક ગ્રહ છે. જ્યારે શનિની સ્થિતિમાં થોડો પણ ફેરફાર થાય છે તો આ પરિવર્તનની અસર લોકોના જીવન પર વધારે જોવા મળે છે. 17 જૂન 2023 થી શનિ પોતાની રાશિ કુંભમાં વક્રી અવસ્થામાં છે. પરંતુ 29 ઓગસ્ટ 2023 થી વક્રી અવસ્થામાં શનિ બળવાન થયા છે. શનિનું બળ વધવાથી બાર રાશિના લોકો ઉપર પણ પ્રભાવ જોવા મળશે.
શનિ તાકતવર થઈને 12 માંથી ત્રણ રાશિના લોકોને ખૂબ જ લાભ આપવાના છે. આ રાશિના લોકો ઉપર શનિદેવની કૃપા થવાની છે. શનિ બળવાન થવાથી આ ત્રણ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વેપારમાં વધારો થશે ધનની આવક વધશે અને સમાજમાં માન સન્માન પણ વધશે. તો ચાલો જાણીએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિ.
શનિ બળવાન થઈ ચમકાવશે આ રાશિનું ભાગ્ય
આ પણ વાંચો:
વૃષભ રાશિ
શનિદેવનું બળ વધવાથી વૃષભ રાશિના લોકોના જીવનમાં સારા સમયની શરૂઆત થશે. આ રાશિના લોકોના દરેક કામ સફળ થવા લાગશે અને ભાગ્યનો સાથ મળશે. નોકરી અને વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. એક પછી એક દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગશે. ધનધાન્યમાં વધારો થશે. અધુરી ઈચ્છા પૂરી થશે
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ શનિ લાભકારી સાબિત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને સંબંધો પણ સુધરશે. પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે જેના કારણે ચિંતાથી રાહત મળશે. ટૂંક સમયમાં જ તમને મોટી સફળતા હાથ લાગશે. મનોકામના પૂર્ણ થવાથી મનમાં આનંદ રહેશે. તને લાભ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
તુલા રાશિ
શનિ વક્રી અવસ્થામાં બળવાન થયા છે તેના કારણે તુલા રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે. વિવાદિત મામલામાં સફળતા મળશે. વિરોધીઓ પરાસ્ત થશે. બીમારીથી મુક્તિ મળશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. અચાનક ધન મળવાથી બેંક બેલેન્સ વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે