Shri Ram Raksha Stotra: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે કરો આ આ શક્તિશાળી સ્ત્રોતનો પાઠ, શ્રીરામ દુર કરશે દરેક સંક્ટ
Shri Ram Raksha Stotra: ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવવા માટે જો ઘરે તમે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો છો તો તે ખૂબ જ ફળદાયી રહે છે. આ સ્ત્રોતમાં ભગવાન શ્રીરામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ આ સ્ત્રોતનો પાઠ કરે છે તે વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે ચાલો તેના વિશે તમને જણાવીએ.
Trending Photos
Shri Ram Raksha Stotra: 22 જાન્યુઆરી 2024 નો દિવસ ઐતિહાસિક બની જવાનો છે. 500 વર્ષથી રામભક્તને જે સમયની રાહ હતી તે હવે આવી ગયો છે. રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેમાં ઘણા લોકો એવા છે જે અયોધ્યાના રામ મંદિરે જઈ શકે તેમ નથી. જોકે તમે ઘરે બેઠા પણ ભગવાન શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તેના માટે ઘરે જ તમે વિશેષ પૂજા કરી શકો છો.
ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવવા માટે જો ઘરે તમે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો છો તો તે ખૂબ જ ફળદાયી રહે છે. આ સ્ત્રોતમાં ભગવાન શ્રીરામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ આ સ્ત્રોતનો પાઠ કરે છે તે વ્યક્તિને ઘણા બધા ફાયદા થાય છે ચાલો તેના વિશે તમને જણાવીએ.
ભૂત પ્રેતની બાધા
જો રાત્રે તમને ઊંઘ ન આવતી હોય અને ભૂત પ્રેતનો અનુભવ થતો હોય તો રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. રામ રક્ષા સ્ત્રોત થી અભિમંત્રીત કરેલા પાણીનું સેવન કરવું જોઈએ તેનાથી ફાયદો થાય છે.
મનોકામના પૂર્તિ
જો તમારી કોઈ મનોકામના અધુરી હોય તો તેને પૂરી કરવા માટે તમે એક દિવસમાં 11 વખત કે 41 વખત રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો છો તો તમારી મનોકામના તુરંત પૂરી થાય છે. આ પાઠ કરવાથી ધન લાભના પણ યોગ સર્જાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.
કષ્ટથી મળશે મુક્તિ
જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ ચાલતી હોય તો નિયમિત રીતે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાની શરૂઆત કરો. તમારા જીવનની સમસ્યાઓ દૂર થવા લાગશે. આ સાથે જ તમારી કુંડળીમાં જો મંગળનો દોષ હોય તો પણ આ મંત્રનો જાપ કરવો તમારા માટે લાભકારી છે.
રામ રક્ષા સ્ત્રોતનું મહત્વ
પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ એ સ્વયં ઋષિ બુધકૌશિકના સપનામાં આવીને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ સંભળાવ્યો હતો. માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ વિધિ વિધાનથી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરે છે તેની રક્ષા પ્રભુ શ્રીરામ કરે છે. આ પાઠનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને શત્રુથી પણ મુક્તિ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે