Astro Tips: ભોજનની થાળીમાં ક્યારેય ન પીરસવી એક સાથે 3 રોટલી... જાણો શા માટે છે આ નિયમ
Astro Tips: જો તમે નોટિસ કર્યું હોય તો થાળીમાં રોટલી હંમેશા 2 જ આપવામાં આવે છે. કોઈ મહેમાન આવે તો પણ તેને એક કે ખાસ કરીને ત્રણ રોટલી સાથે આપવામાં આવતી નથી. હંમેશા 2 રોટલી સાથે આપવામાં આવે છે. આવું કરવા પાછળ ખાસ કારણ જવાબદાર છે.
Trending Photos
Astro Tips: જ્યારે પણ આપણે જમવા બેસીએ છીએ તો થાળીમાં પીરસાતી દરેક વસ્તુ લેવાનું કોઈ ફિક્સ માપ નથી હોતું. જરુર અનુસાર વસ્તુઓ ઓછી કે વધુ લેવામાં આવે છે. પરંતુ જો તમે નોટિસ કર્યું હોય તો થાળીમાં રોટલી હંમેશા 2 જ આપવામાં આવે છે. કોઈ મહેમાન આવે તો પણ તેને એક કે ખાસ કરીને ત્રણ રોટલી સાથે આપવામાં આવતી નથી. હંમેશા 2 રોટલી સાથે આપવામાં આવે છે. આવું કરવા પાછળ ખાસ કારણ જવાબદાર છે. જો કે 3 વસ્તુનો નિયમ માત્ર રોટલીમાં જ નહીં પ્રસાદમાં પણ લાગુ પડે છે. ભગવાનને ભોગ તરીકે ફળ કે કોઈપણ વસ્તુ અર્પણ કરવાની હોય તો પણ તેમાં 3 વસ્તુ મુકવામાં આવતી નથી. 2 અથવા 3થી વધુ વસ્તુ મુકાય છે. આવું જોવા મળે ત્યારે તમને પણ પ્રશ્ન થયો હશે કે આવું શા માટે ? તો ચાલો આજે તમને જણાવીએ કે થાળીમાં એક સાથે 3 રોટલી કેમ નથી આપવામાં આવતી.
આ પણ વાંચો:
આ કારણથી થાળીમાં નથી પીરસાતી 3 રોટલી
શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેનું તેરમું હોય અને મૃતકને ભોગ ધરવામાં આવે તેમાં 1 અથવા 3 રોટલી રાખવામાં આવે છે. આ જ કારણ છે કે સામાન્ય રીતે ભોજન પીરસતી વખતે કોઈપણ વ્યક્તિની થાળીમાં 3 રોટલી નથી મુકવામા આવતી. થાળીમાં 3 રોટલી આપવી અશુભ માનવામા આવે છે.
નંબર 3 અશુભ શા માટે ?
સનાતન ધર્મમાં 3 નંબરને અશુભ માનવામા આવે છે. તેથી ભોજનની વસ્તુઓ આપવીની હોય તો 3ની સંખ્યામાં આપવી જોઈએ નહીં. ભગવાનની પૂજા કે પ્રસાદ સામગ્રીમાં પણ 3ની સંખ્યામાં કોઈ વસ્તુ નથી મુકાતી.
શું કહે છે વિજ્ઞાન ?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ એક સ્વસ્થ વ્યક્તિ માટે ભોજનમાં 2 રોટલી, ભાત, એક વાટકી દાળ અને શાક પુરતો આહાર ગણાય છે. તેવામાં વ્યક્તિ ત્રીજી રોટલીથી વધુ આહાર કરે છે તો સ્થૂળતાનું કારણ બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે