Money Plant Upay: શુક્રવારે કરી લો મની પ્લાંટ સંબંધિત આ ઉપાય, ઘરમાં ઝડપથી વધશે રુપિયા
Money Plant Upay: જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે અને તેનાથી સંબંધિત કેટલાક નિયમો પણ દર્શાવાયા છે. જો આ છોડને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો અમીર બનવાનું સપનું ઝડપથી પૂરું થાય છે. જો તમારી પણ ઈચ્છા હોય કે તમારા જીવનમાં ધનની કોઈ ખામી ન રહે તો શુક્રવારે મની પ્લાન્ટ સંબંધિત આ ઉપાયો કરવા.
Trending Photos
Money Plant Upay: જ્યોતિષશાસ્ત્રમાં ધન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિ માટે કરવાના કેટલાક ઉપાયોનો વર્ણન કરવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક છોડવાથી પણ ધનની આવક વધે છે અને સુખ શાંતિ રહે છે. જો આ છોડેને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની તંગી સર્જાતી નથી. ઘરમાં ધનની આવક વધારે તેઓ એક છોડ મની પ્લાન્ટ પણ છે જે મોટાભાગના લોકોના ઘરમાં જોવા મળે છે. જો મની પ્લાન સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં ધનના ભંડાર ભરાઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે અને તેનાથી સંબંધિત કેટલાક નિયમો પણ દર્શાવાયા છે. જો આ છોડને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો અમીર બનવાનું સપનું ઝડપથી પૂરું થાય છે. જો તમારી પણ ઈચ્છા હોય કે તમારા જીવનમાં ધનની કોઈ ખામી ન રહે તો શુક્રવારે મની પ્લાન્ટ સંબંધિત આ ઉપાયો કરવા.
શુક્રવારે કરો મની પ્લાન્ટના આ ઉપાય
આ પણ વાંચો:
1. જો તમારા ઘરમાં મની પ્લાન્ટ નથી અને તમે ઘરમાં તેને લાવવા માંગો છો તો શુક્રવારનો દિવસ સૌથી શુભ ગણાય છે. જો શુક્રવારે તમે ઘરમાં મની પ્લાન્ટ લાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે.
2. મની પ્લાન્ટ હંમેશા ખરીદીને લાવવો જોઈએ કોઈના ઘરેથી કે નર્સરી માંથી મની પ્લાન્ટનો છોડ ચોરી કરીને ઘરમાં વાવવાથી ઘરમાં દરિદ્રતા વધે છે.
3. વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને માટીના કુંડામાં અથવા તો લીલા કાચની બોટલમાં રાખી શકાય છે. પરંતુ મની પ્લાન્ટ ને પ્લાસ્ટિકના કુંડા કે પ્લાસ્ટિકની બોટલમાં ન રાખો.
4. મની પ્લાન્ટ લગાવવા માટે ઘરની દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ ખૂણાને સૌથી સારો માનવામાં આવે છે તેનાથી વ્યક્તિની આવકમાં વધારો થાય છે.
5. ઘરમાં ધનની આવક સતત વધતી રહે તેવી ઈચ્છા હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી અને પછી મની પ્લાન્ટમાં કાચું દૂધ અર્પણ કરો તેનાથી ઘરમાં ધનની આવક વધે છે.
6. શુક્રવારના દિવસે સ્નાન કરીને મની પ્લાન્ટના મૂળમાં લાલ રંગનો દોરો બાંધવાથી પણ લાભ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે