અંબાલાલે ગુજરાતમાં વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ દાટ વાળશે!

Gujarat Weather: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો આવ્યો છે. આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરી કે, પંચમહાલ, સાબરકાંઠા અને દરિયાકિનારાના કેટલાક ભાગોના હળવો વરસાદ અથવા છાંટા આવી શકે છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી છે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ગરમી વધશે. 

1/8
image

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરો ઉનાળાથી લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં બરફવર્ષાથી સુંદરતા ખીલી ઉઠી છે. જમ્મુ કશ્મીર અને ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં સ્નોફોલોને કારણે જનજીવનને અસર થઈ છે. ગુજરાત સંલગ્ન મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ સક્રિય થતાં ગરમીથી રાહત મળી છે. 

2/8
image

અમદાવાદનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરનું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોઁધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ વચ્ચે રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તો સુરત, તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે.

3/8
image

અંબાલાલ પટેલે 28, 29 એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા દર્શાવી છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે. 29 એપ્રિલથી વાદળવાયુ અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે. 

4/8
image

મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

5/8
image

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

6/8
image

વાતાવરણમાં પલટા વચ્ચે ગરમીથી આંશિક રાહત થઈ છે. રાજ્યના 20 કરતા વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. માત્ર 4 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.2, રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરેન્દ્રનગર 40.3, કેશોદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાછલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 4 mm વરસાદ નર્મદામાં નોંધાયો છે. પ્રિમોન્સૂન વરસાદ જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થતા વરસાદનો માહોલ જોવા મળ્યો છે. હજી પણ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે. વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો છે. 

ઉત્તર ભારતમાં હિમવર્ષ, જમ્મુમાં હવામાન પલટાયું

7/8
image

એક તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મૂ કશ્મીર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. કશ્મીર ઘાટીના બાંદીપોરાની ગુરેઝ વેલીમાં બરફવર્ષા થતા જનજીવન ઠપ થઈ ગયુ છે. બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. અને આખો પર્વત જાણે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. તો આ તરફ ઉત્તરાખંડના ચમૌલીના કેટલાક વિસ્તારોમાં પણ બરફ વર્ષા થઈ રહી છે. 

8/8
image

બરફની હવાના કારણે કેટલાક ઘરોનો નુકસાન પણ થયું છે. સામાન્ય રીતે આ સિઝનમાં બરફ વર્ષા ઓછી થતી હોય છે. પરંતુ આ વર્ષે ઋતુ ચક્રમાં ફેરફારના કારણે એપ્રિલ મહિનામાં જાન્યુઆરી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શ્રીનગરમાં પણ હવામાન પલટાયું છે અને બરફવર્ષા થઈ રહી છે. હજુ પણ અહીં વરસાદના અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત ચોમાસુંઅંબાલાલ પટેલ આગાહીઅંબાલાલ પટેલ ચોમાસું આગાહીઅંબાલાલ પટેલ ચોમાસું 2024 આગાહીઅંબાલાલ પટેલ વાવાઝોડાની આગાહીગુજરાત પ્રી-મોન્સૂન એક્ટિવિટીAmbalal Patel forecastAmbalal patel cyclone predictionAmbalal patel on monsoon 2024gujaratunseasonal raincycloneAmbalal PatelAmbalal PredictionWeather ForecastfarmerscropsGujarati Newsgujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon Forecastગુજરાતmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastIMDIndia Meteorological DepartmentIMD Alertઆજનું હવામાનવરસાદની આગાહીવાતાવરણમાં મોટો ફેરફારકમોસમી વરસાદની આગાહીHeavy Rainsભારેથી અતિભારે વરસાદની આગાહીકમોસમી વરસાદgujarat rain