PHOTOS: મમતા બેનર્જીને ઈજા થઈ કે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા? થાંભલા વિશે થઈ રહ્યા છે ચોંકાવનારા દાવા

ઘટનાસ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. પરંતુ કોઈ હુમલાનો તો તેમણે ઈન્કાર કર્યો છે. 

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી ઈજા પર રાજકીય ઘમાસાણ તેજ થયું છે. મમતા બેનર્જીએ આ ઈજાને પોતાના પર હુમલો ગણાવ્યો છે અને આરોપ લગાવ્યો કે ષડયંત્ર હેઠળ તેમને ઈજા પહોંચાડવામાં આવી. જો કે ઘટનાસ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. પરંતુ કોઈ હુમલાનો તો તેમણે ઈન્કાર કર્યો છે. 

એક થાંભલો બન્યો અકસ્માતનો કારણ?

1/7
image

નંદીગ્રામના બિરુલિયામાં જ્યાં મમતા બેનર્જીની ગાડી સાથે અકસ્માત સર્જાયો ત્યાં Zee Media એ લોકો સાથે વાતચીત કરી અને પૂછ્યું કે મમતા બેનર્જી પર હુમલો થયો હતો કે પછી એક અકસ્માત હતો. ઘટનાસ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ અકસ્માત એક થાંભલાના કારણે થયો હતો. કોઈએ હુમલો કર્યો નથી. 

કેવી રીતે બંધ થયો હતો કારનો દરવાજો

2/7
image

નંદીગ્રામના બિરુલિયામાં અકસ્માત સમયે હાજર એક અન્ય પ્રત્યક્ષદર્શી ચિત્તરંજન દાસે જણાવ્યું કે હું ત્યાં હાજર હતો. તેઓ (મમતા બેનર્જી) પોતાની કારમાં બેઠા હહતા. પરંતુ દરવાજો ખુલ્લો હતો. દરવાજો એક પોસ્ટર સાથે ટકરાયા બાદ બંધ થઈ ગયો. કોઈએ ધક્કો નથી માર્યો. તે સમયે દરવાજા પાસે કોઈ નહતું. 

કોઈએ ધક્કો માર્યો નથી-પ્રત્યક્ષદર્શી

3/7
image

દુર્ઘટના ઘટી ત્યારે ત્યાં હાજર એક વિદ્યાર્થી સુમન મૈતીએ જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્યાં પહોંચ્યા તો તેમને જોવા માટે ભીડ ભેગી થઈ ગઈ હતી અને લોકોએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન  તેમને ગળા અને પગ પર ઈજા થઈ. કોઈએ તેમને ધક્કો માર્યો નથી. તેમની કાર ધીમે ધીમે ચાલી રહી હતી. 

ડોક્ટરોએ જણાવ્યાં મમતા બેનર્જીના હાલચાલ

4/7
image

મમતા બેનર્જીનો પ્રાથમિક મેડિકલ ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. જેમાં જણાવાયું છે કે તેમને અનેક જગ્યા પર ઈજા થઈ છે. SSKM હોસ્પિટલના સીનિયર ડોક્ટરોએ જણાવ્યું કે મમતા બેનર્જીને ડાબા પગની એડી અને હાડકામાં ગંભીર ઈજા થઈ છે. આ સાથે જ જમણા ખભા, ગરદન અને કાંડામાં પણ ઈજા થઈ છે. અકસ્માત બાદ મમતા બેનર્જીએ છાતીમાં દુખાવા અને શ્વાસમાં તકલીફની પણ ફરિયાદ કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે હાલ તેમની તબિયત સ્થિર છે. આગામી 48 કલાક તેમને નિગરાણી હેઠળ રાખવામાં આવશે. 

મમતા બેનર્જીનો આરોપ

5/7
image

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું કે જ્યારે તેઓ પોતાની કારની પાસે ઊભા હતા ત્યારે 4-5 લોકોએ તેમને ધક્કો માર્યો અને તેમના પગમાં ઈજા થઈ. તેમણે આરોપ લગાવ્યો કે ઘટના સમયે ત્યાં કોઈ સ્થાનિક પોલીસ હાજર રહી નહતી. આ તેમના વિરુદ્ધ ષડયંત્ર છે. કોઈએ જાણી જોઈને તેમનો પગ કચડ્યો. 

ઘટનાની તપાસ શરૂ, ચૂંટણી પંચ પાસે જશે ટીએમસી-ભાજપ

6/7
image

આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. ટીએમસીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મમતા બેનર્જી સાથે ઘટેલી ઘટના સંદર્ભે ચૂંટણી પંચ પાસે જશે. આ બાજુ મમતા બેનર્જી જે પ્રકારે આરોપ લગાવી રહ્યા છે તેની ફરિયાદ કરવા માટે ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ ચૂંટણી પંચ પાસે જશે. ભાજપે મમતા બેનર્જી પર નંદીગ્રામમાં હુમલા પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. 

મમતા બેનર્જીના ભત્રીજાએ કહ્યું-ભાજપ તૈયાર રહે

7/7
image

મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે ભાજપ 2 મેના રોજ બંગાળના લોકોની તાકાત જોવા માટે તૈયાર રહે.