ફ્રાન્સ સહિત આ દેશોમાં હિજાબ અંગે છે એકદમ કડક કાયદા, નિયમ તોડો તો ભરવો પડે દંડ
દેશમાં હિજાબ પહેરવાને લઈને બબાલ મચેલી છે. એકબાજુ રાજકારણ ગરમાયું છે તો બીજી બાજુ અનેક રાજ્યોમાં હિજાબને લઈને પ્રદર્શન પણ શરૂ થયા છે. શું તમને ખબર છે કે દુનિયાના અન્ય દેશોમાં હિજાબને લઈને શું નિયમો છે?
નેધરલેન્ડમાં રોક
નેધરલેન્ડમાં શાળા, હોસ્પિટલો, જાહેર ટ્રાન્સપોર્ટ અને સરકારી ભવનોમાં હિજાબ કે ચહેરો ઢાંકવા પર રોક છે. આમ છતાં જો કોઈ પકડાય તો દંડ ભરવો પડે છે.
ફ્રાન્સ સરકારે પણ લગાવ્યો પ્રતિબંધ
યુરોપમાં ફ્રાન્સે સૌથી પહેલા 2004માં શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ ફ્રાન્સ સરકારે 2011માં જાહેર સ્થળો ઉપર પણ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લગાવી દીધો. ફ્રાન્સના તત્કાળ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હિજાબ પહેરનારાઓનું અહીં સ્વાગત નથી.
ડેનમાર્કમાં થાય છે દંડ
ડેનમાર્કમાં હિજાબ પહેરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અહીં હિજાબ પહેરવા કે પછી ચહેરો ઢાંકવાને લઈને કડક કાયદો છે. પકડાઓ તો 12 હજારથી લઈને 85 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
બલ્ગેરિયામાં હિજાબ ગેરકાયદેસર
બલ્ગેરિયા સરકારે આતંકવાદી ગતિવિધિઓને જોતા નિર્ણય લીધો હતો કે દેશમાં હિજાબ પહેરવો અને ચહેરો ઢાંકવો અમાન્ય છે. ગેરકાયદેસર છે. બલ્ગેરિયામાં ચહેરો ઢાંકવા મામલે સરકારે કડક કાયદો લાગૂ કર્યો છે.
બેલ્જિયમમાં છે પ્રતિબંધ
બેલ્જિયમમાં હિજાબ પહેરવા અંગે અનેક પ્રતિબંધ છે. અહીં શાળાઓ, કોલેજ, હોસ્પિટલ, જાહેર ટ્રાન્સપોર્ટ અને સરકારી ભવનોમાં હિજાબ કે ચહેરો ઢાંકવા પર રોક લાગેલી છે.
Trending Photos